રોકાણ પર મબલખ વળતર:અદાણી એન્ટરપ્રાઇઝીસે રોકાણકારોને તેમના પ્રત્યેક એક રૂપિયાના રોકાણ પર રૂપિયા 800 રળી આપ્યા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ ઇન્ક્યુબેશન મોડલે 6 લિસ્ટેડ કંપનીનું સર્જન કર્યું
  • અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે, તેમણે કોમોડિટી ટ્રેડિંગ સાથે બિઝનેસમેન તરીકેની યાત્રા શરૂ કરી હતી

અદાણી એન્ટરપ્રાઈઝીસે છેલ્લા આશરે અઢી દાયદા અગાઉ કરવામાં આવેલા પ્રત્યેક એક રૂપિયા પર રૂપિયા 800થી વધારે વળતર આપ્યું છે. આ વાત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જેપી મોર્ગન ઈન્ડિયાના સંમેલન ફ્યુચર ઈન ફોકસમાં કહી હતી. તેમણે કહ્યું હતું કે સીપોર્ટ્સથી લઈ એરપોર્ટ્સ તથા એનર્જી સેક્ટર સુધીમાં કારોબાર કરી રહેલી કંપનીના ઈન્ક્યુબેશન મોડલે 6 લિસ્ટેડ કંપનીનું સર્જન કર્યું છે. તેમાં હજારો લોકોને નોકરી મળી છે અને શેરધારકોના રોકાણના મૂલ્યમાં અસાધારણ વધારો થયો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે 1994માં આવેલા અદાણી એન્ટરપ્રાઈઝીસના પહેલા IPOમાં રોકાણ કરવામાં આવેલા પ્રત્યેક રૂપિયાએ 800 ગણાથી વધારે વળતર આપ્યું છે. 58 વર્ષીય અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. તેમણે કોમોડિટી ટ્રેડિંગ સાથે કારોબારી જીવનની શરૂઆત કરી હતી.

છેલ્લાં 10 વર્ષમાં વાર્ષિક 35 ટકા વિકાસદર
છેલ્લાં 10 વર્ષમાં અદાણી ગ્રુપનો વિકાસ વાર્ષિક 35 ટકા દરથી રહ્યો છે. આજે અદાણી સમૂહ દેશનું સૌથી મોટા સીપોર્ટ ઓપરેટર અને સૌથી મોટા પ્રાઈવેટ એરપોર્ટ ડેવલપર છે. ગ્રુપનો કારોબાર એનર્જી, માઈનિંગ, ગેસ, રિન્યુએબલ્સ, એરોસ્પેસ, ડિફેન્સ, લોજિસ્ટિક્સ, ગેસ ડિસ્ટ્રિબ્યુશન તથા એગ્રો-કોમોડિટીઝ જેવાં સેક્ટરોમાં ફેલાયેલો છે.

અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરોનું 25 નવેમ્બર 1994ના રોજ રૂપિયા 360ના ભાવથી લિસ્ટિંગ થયું હતું
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પાસેથી મળેલી માહિતી પ્રમાણે અદાણી એન્ટરપ્રાઈઝીસ 25 નવેમ્બર 1994ના રોજ શેરબજારમાં લિસ્ટિંગ થયું હતું. એ દિવસે કંપનીના શેર BSE પર રૂપિયા 360 પર ખૂલ્યો હતો અને રૂપિયા 375 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન શેરે ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 400 અને ઈન્ટ્રા-ડે લો રૂપિયા 360 સપાટી બનાવી હતી.

છેલ્લા અઢી દાયકામાં નીચામાં રૂપિયા 47 અને ઉપરમાં રૂપિયા 1,335ના સપાટી સ્પર્શી
લિસ્ટિંગ થયા બાદથી કંપનીના શેરે વર્ષ 2006માં રૂપિયા 46ના નીચલા સ્તર અને વર્ષ 2008માં રૂપિયા 1,335 સપાટીને સ્પર્શી ગયો હતો. વર્ષ 2007ના અંતમાં તે શેરદીઠ રૂપિયા 1,148.90 પર બંધ રહ્યો હતો. જે-તે વર્ષનો સૌથી ઉપરનો બંધ ભાવ હતો.

અન્ય સમાચારો પણ છે...