• Home
  • Business
  • Adani and Gujarat gas reduce domestic consumption piped natural gas and CNG prices

રાહત / અદાણી અને ગુજરાત ગેસે ઘરેલું વપરાશના પાઈપ્ડ નેચરલ ગેસ અને CNGના ભાવમાં ઘટાડો કર્યો

Adani and Gujarat gas reduce domestic consumption piped natural gas and CNG prices
X
Adani and Gujarat gas reduce domestic consumption piped natural gas and CNG prices

  • બંને કંપનીઓ દ્વારા રેસિડેન્શિયલ ગેસના ભાવ 3.51% સુધી ઘટાડ્ય
  • CNGના ભાવમાં પણ 4% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 08:29 PM IST

અમદાવાદ. અદાણી જૂથના સીટી ગેસ વિતરણ બિઝનેસ અદાણી ગેસ લિમિટેડે અને ગુજરાત સરકારની ગુજરાત ગેસ લીમીટેડે 9 એપ્રિલથી અમલમાં આવે તે રીતે વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને ઘર વપરાશના પ્રાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં ઘટાડો કર્યો છે. બંને કંપનીઓ દ્વારા રેસિડેન્શિયલ ગેસના ભાવ 3.51% સુધીનો જયારે CNGના ભાવમાં પણ 4% સુધીનો ઘટાડો કર્યો છે.

અદાણી ગેસના ભાવ ઘટાડો
અદાણી ગેસે CNGના ભાવમાં ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં રૂ.2.25નો ભાવ ઘટાડો કર્યો છે. આ સાથે જ ગુજરાતમાં કંપનીના CNG ગેસનો ભાવ રૂ. 54.20-54.82 પ્રતિ સ્ક્વેર ક્યુબીક મીટરથી ઘટીને રૂ. 52.20-52.57 થયો છે. દેશના અન્ય રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ આટલો જ ઘટાડો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે PNGમાં રૂ. 1 ઘટીને રૂ. 30.09-30.84થી ઘટી રૂ. 29.09-29.84 થયા છે.

ગુજરાત ગેસના ભાવમાં ઘટાડો
ગુજરાત ગેસ દ્વારા ગુજરાતમાં ઘર વપરાશ માટે PNG ગેસનો ભાવ રૂ. 28.50થી ઘટાડીને રૂ. 27.50 કરવામાં આવ્યો છે. તેવી જ રીતે CNGના ભાવ રૂ. 54.70થી ઘટાડીને રૂ. 52.45 કરાયો છે. મહારાષ્ટ્રમાં પલગઢ જીલ્લા અને થાણે ગ્રામ્યમાં રૂ. 30.47થી ઘટીને રૂ. 29.48 થયા છે. તેવી જ રીતે CNGના ભાવ અહી રૂ. 57.73થી ઘટાડીને રૂ. 55.48 કરવામાં આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી