ખરીદી:એનર્જી બિઝનેસ વધારવા અદાણી એગ્રેસીવ, રૂ. 1,913 કરોડમાં એસ્સારનો ટ્રાન્સમિશન બિઝનેસ હસ્તગત કર્યો

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સમિશન લાઇનની પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
ટ્રાન્સમિશન લાઇનની પ્રતીકાત્મક તસવીર.
  • એસ્સારની ભારતના ત્રણ રાજ્યોમાં 465 કિમીની ટ્રાન્સમિશન લાઇન

પાવર સેક્ટરમાં પોતાનો બિઝનેસ વધારવા માટે અદાણી ગ્રુપ વધુ એગ્રેસીવ બન્યું છે. ગ્રૂપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે આજે એસ્સાર પાવર પાસેથી રૂ. 1,913 કરોડમાં તેનો ટ્રાન્સમિશન બિઝનેસ ખરીદી લીધો છે. એસ્સાર પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (EPTCL) ભારતના ત્રણ રાજ્યોમાં 465 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન ધરાવે છે. બંને કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતી થયેલી બે લાઇન મહાનથી સિપટ પૂલિંગ સબસ્ટેશનને જોડતી 400 કેવીની ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇન ધરાવે છે, જે કાર્યરત છે.

મધ્ય ભારતમાં અદાણીની હાજરી મજબૂત બનશે
અદાણી ટ્રાન્સમિશનના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, એસ્સારની ટ્રાન્સમિશન એસેટનું સંપાદન કંપનીની મધ્ય ભારતમાં હાજરીને મજબૂત કરશે. આ સંપાદન સાથે, ATL તેના 20,000 ckt કિલોમીટરના લક્ષ્યને સમય પહેલા હાંસલ કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે. આ પ્રોજેક્ટ CERCના નિયમન હેઠળ રિટર્નના માળખા અંતર્ગત કાર્યરત છે.

એસ્સાર તેના વીજ પોર્ટફોલિયોને પુનઃસંતુલિત કરી રહી છે
એસ્સાર પાવર લિમિટેડના સીઇઓ કુશ એસે કહ્યું હતું કે, આ નાણાકીય વ્યવહાર સાથે એસ્સાર પાવર એની બેલેન્સ શીટને ડિલિવરેજ કરવા તથા ગ્રીન અને રિન્યુએબલ એનર્જીમાં રોકાણ કરવાના એકસાથે બે ઉદ્દેશ સાથે એના વીજ પોર્ટફોલિયોનું પુનઃસંતુલિત કરી રહી છે, જેથી એની ESG લક્ષી ભવિષ્યની વૃદ્ધિને વેગ મળશે. અત્યારે એસ્સાર પાવર ભારત અને કેનેડામાં ચાર પ્લાન્ટમાં 2,070 મેગાવોટની વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

એસ્સાર પવારનું દેવું ઘટ્યું
છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન એસ્સાર પાવરે એનું ઋણ રૂ. 30,000 કરોડની ટોચના સ્તરથી ઘટાડીને રૂ. 6,000 કરોડ કર્યું છે. સાથે સાથે એસ્સાર પાવર રિન્યુએબલ એનર્જી આસપાસ ગ્રીન બેલેન્સ શીટ ઊભી કરવાની પ્રક્રિયામાં છે, જે એસ્સારની ભવિષ્ય કેન્દ્રિત વ્યવસાયમાં રોકાણ કરવાની એની વ્યૂહરચનાને સુસંગત છે, જે ઇએસજીના માળખાની અંદર શ્રેષ્ઠ વળતર આપશે.

અન્ય સમાચારો પણ છે...