મોટાપાયે ફંડની જરૂર:રિન્યુઅબલ એનર્જી લક્ષ્યાંક હાંસલ કરવા $223 અબજનું રોકાણ જરૂરી

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્પાદન ક્ષમતા 2030 સુધી 500 ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક

દેશની કુલ વીજ માગમાં 50 ટકાથી વધુ ઉર્જા 2030 સુધી પવન અને સૌર ઉર્જામાંથી મેળવવાનો લક્ષ્યાંક હાંસિલ કરવા માટે ભારતે 223 અબજ ડોલરનું રોકાણ કરવુ પડશે. બ્લૂમબર્ગએનઈએફના રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા 2030 સુધી 500 ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે.

આ લક્ષ્યાંક પૂર્ણ કરવા રિન્યુએબલ્સમાં મોટાપાયે ફંડની જરૂર પડશે. આગામી આઠ વર્ષમાં 223 અબજ ડોલરના રોકાણ મારફત સૌરઉર્જામાં લીડર બની શકે છે. કોપ26માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 45 ટકાથી વધુનો ઘટાડો કરવાની યોજના છે.

2070 સુધી ભારતને કાર્બનમુક્ત બનાવાશે. 2030ના આ લક્ષ્યાંકના 86 ટકા ક્ષમતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. 2021માં 165 ગીગાવોટ એનર્જી ઉત્પન્ન થઈ હતી. કોલસા પરની નિર્ભરતા 53 ટકાથી ઘટી 33 ટકા થઈ હતી. નિર્ભરતા 23 ટકાથી વધી 51 ટકા નોંધાઈ હતી. PPA પુનઃ વાટાઘાટ, જમીન સંપાદન અને ચુકવણીમાં વિલંબ જેવા પડકારો સૌર અને પવન ઉર્જાના વિસ્તરણના માર્ગમાં રોડા સમાન છે.

નવી ટેક્નોલોજી મારફત પડકારો દૂર કરી શકાશે
રિન્યુએબલ એનર્જીના ગ્રોથ માટે વિવિધ ફાઈનાન્સર્સ દ્વારા મોટાપાયે ફંડ પૂરુ પાડવામાં આવ્યું છે. ડેટ-ઈક્વિટી સ્ટ્રક્ચર તૈયાર થયુ છે. પડકારોના ઉકેલ સાથે સ્થાનિક સ્તરે અન્ય વૈશ્વિક બજારો પાસેથી નવા ઈન્સ્ટ્રુમેન્ટ અને નવી ટેક્નિકની સાથે ફંડિંગને નવા સ્તરે લઈ જવા પર ફોકસ કરવુ પડશે. > શાંતનુ જૈસવાલ, ઈન્ડિયા રિસર્ચ હેડ, બ્લૂમબર્ગએનઈએફ

અન્ય સમાચારો પણ છે...