તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Accused Of Selling 42 Items At Four Times The Price, Including Sanitizers, Masks; The Soap Found In 138 Charged Amazon Rs 511, The Report Reveals

એમેઝોન પર મોંઘો સામાન ?:સેનિટાઇઝર, માસ્ક સહિત 42 આઇટમ ચાર ગણા ભાવે વેચવાનો આરોપ; 138માં મળતા સાબુના એમેઝોને 511 રૂપિયા વસૂલ્યા, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કન્ઝ્યુમર વોચડોગ અનુસાર એમેઝોને મહામારી દરમિયાન ઉંચા ભાવે 42 વસ્તુઓ વેચી
  • એમેઝોન દ્વારા વેચાયેલા પ્રોડક્ટની કિંમતમાં 1 હજાર ટકા સુધીનો ભાવવધારો

જાણીતી ઇ-કોમર્સ કંપની એમેઝોન પર કોરોનાવાયરસ મહામારી દરમિયાન ચાર ગણા ભાવે સામાન વેચવાનો આરોપ છે. કોવિડ-19 મહામારીમાં ટોયલેટ પેપર, હેન્ડ સેનિટાઇઝર જેવા ઘણા જરૂરી પ્રોડક્ટ પર વધુ ભાવ લેવાઇ રહ્યો છે. કન્ઝ્યુમરના અધિકારો અંગેની અમેરિકન સંસ્થા પબ્લિક સિટીઝનના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટમાં 42 પ્રોડક્ટનો ઉલ્લેખ છે જેમનો મોંઘા ભાવે વેચવામા આવ્યા છે.

હેન્ડ સેનિટાઇઝરની કિંમત 48 ટકાથી વધુ
રિપોર્ટ અનુસાર એમેઝોન દ્વારા વેચવામા આવેલી યાદીમાં હેન્ડ સેનિટાઇઝર માટે 48 ટકા વધુ પૈસા લેવામા આવ્યા છે. ડિસ્પોઝેબલ ફેસ માસ્કના પેકની કિંમતમાં 900થી 1000 ટકા સુધી ભાવ વધારો રહ્યો. ટોયલેટ પેપરની વાત કરીએ તો એક નોન પ્રોફિટ ગ્રુપે કહ્યું કે તેના આઠ રોલના પેકને જૂનમાં લગભગ 2700 રૂપિયામાં વેચવામા આવ્યું હતું. જ્યારે અન્ય રિટેલર્સે માત્ર 505 રૂપિયામાં તે વેચ્યા હતા. એક બોટલ એન્ટી બેક્ટેરિયલ સાબુને એમેઝોને 511 રૂપિયામાં વેચ્યો જ્યારે અન્ય રિટેલર્સે તેને 138 રૂપિયામાં વેચ્યો હતો.

મે-ઓગસ્ટમાં ચાર ગણા ભાવે સામાન વેચ્યો
રિપોર્ટમાં સામે આવ્યું છે કે મેથી લઇને ઓગસ્ટ સુધી અમુક જરૂરી વસ્તુઓને એમેઝોને ચાર ગણા મોંઘા ભાવે વેચી છે. તેથી કંપની પર યોગ્ય મૂલ્ય નીતિ તોડવાનો આરોપ લગાવવામા આવ્યો છે. રિપોર્ટમાં ખુલાસો કરવામા આવ્યો છે કે એમેઝોને દેશના ઘણા રાજ્યોમાં ઉત્પાદોની કિંમતો કંઇક એવી રીતે નિર્ધારિત કરી જેને અહીંના મૂલ્ય નિર્ધારણ કાયદાનું ઉલ્લંઘન માનવામા આવશે.

આ મામલે એમેઝોને શું કહ્યું ?
રિપોર્ટના જવાબમાં એમેઝોને કહ્યું કે અમારી સેવાઓ અને ઉત્પાદોના વેચાણની કિંમતોમાં કોઇ હેરાફેરી થતી નથી. અમારી સિસ્ટમ એવી રીતે બનાવવામા આવી છે કે ગ્રાહકોને યોગ્ય કિંમતો પર ઓનલાઇન પ્રોડક્ટ મળે. જો તેમાં કોઇ ભૂલ થાય તો અમે તાત્કાલિક તેને દૂર કરી દઇએ છીએ.

થર્ડ પાર્ટી સેલર્સને જવાબદાર ઠેરવ્યા
જોકે રિપોર્ટે પડકાર આપ્યો છે કે એમેઝોનનો દાવો માત્ર થર્ડ પાર્ટી પ્રોડક્ટ માટે છે. કારણ કે કોરોના સમયે હેન્ડ સેનિટાઇઝર્સ અને ફેસ માસ્કની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો. એમેઝોને તેના માટે સાર્વજનિક રીતે ભાવવધારા માટે થર્ડ પાર્ટી સેલર્સને જવાબદાર ઠેરવ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો