• Gujarati News
  • Business
  • Account Balance Information Obtained From Name address; It Will Help In Money Laundering Investigation

ભારતને સ્વિસ એકાઉન્ટની વિગતોનો ચોથો સેટ મળ્યો:નામ-સરનામાથી લઈ એકાઉન્ટ બેલેન્સની માહિતી મળી; મની લોન્ડરિંગ તપાસમાં મદદ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતને સ્વિઝ બેંક એકાઉન્ટની વિગતનો ચોથો સેટ મળ્યો છે. એન્યુઅલ ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઈન્ફોર્મેશન(AEOI) અંતર્ગત સ્વિટ્ઝર્લેન્ડે લગભગ 101 દેશ સાથે 34 લાખ જેટલા નાણાકીય ખાતાની વિગત શેર કરી છે. ભારતને AEOI હેઠળ વિગતનો પહેલો સેટ 2019માં મળ્યો હતો.

ટેરર ફંડિંગની તપાસમાં ડેટા ઉપયોગી થશે
ભારત સાથે શેર કરેલી વિગતો સેંકડો નાણાકીય ખાતાઓ સાથે જોડાયેલી છે, જેમાં મલ્ટીપલ એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે. આ ડેટાનો ઉપયોગ ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ જેવા ખોટા કામોની તપાસ કરવામાં ઉપયોગી સાબિત થશે. વિગતોનો આગામી સેટ સપ્ટેમ્બર 2023માં મળશે.

નામ-સરનામા સાથે એકાઉન્ટ બેલેન્સની પણ જાણકારી
ડેટા સુરક્ષા અને ગોપનીયતા પર ભારતમાં જરૂરી કાયદાકીય માળખાની સમીક્ષા સહિત લાંબી પ્રક્રિયા બાદ સ્વિટ્ઝર્લેન્ડે ભારત સાથે AEOI માટે સંમતિ આપી હતી. વિનિમય કરાયેલી વિગતોમાં નામ, સરનામું, રહેઠાણનો દેશ અને ટેક્સ ઓળખ નંબર તેમજ એકાઉન્ટ બેલેન્સ અને મૂડી આવક સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.

મોટાભાગની માહિતી બિઝનેસમેન સાથે જોડાયેલી
નિષ્ણાતો અનુસાર, ભારતને મળેલા AEOI ડેટા તે લોકો વિરુદ્ધ મજબૂત કેસ બનાવવા ઉપયોગી રહ્યો છે, જેમની પાસે બેનામી સંપત્તિ છે. ડેટામાં ડિપોઝીટ અને ટ્રાન્સફરની સાથે-સાથે આવકની પણ પૂરી જાણકારી હોય છે. સિક્યોરિટી અને અન્ય મિલકતોમાં રોકાણનો પણ સમાવેશ થાય છે.

નામ ન છાપવાની શરતે અધિકારીએ જણાવ્યું કે, મોટાભાગની માહિતી બિઝનેસમેન સાથે જોડાયેલી છે. તેમાં NRIની વિગતનો પણ સમાવેશ થાય છે. જેઓ હવે દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક દેશો તેમજ યુએસ, યુકે અને કેટલાક આફ્રિકન અને દક્ષિણ અમેરિકન દેશોમાં સ્થાયી થયા છે.

પાંચ નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો
ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન(FTA)એ જણાવ્યું કે, આ વર્ષે સૂચનાઓના આદાન-પ્રદાનની યાદીમાં પાંચ નવા દેશ પણ જોડાયા છે. તેમાં અલ્બેનિયા, બ્રુનેઈ દારુસલામ, નાઈજીરીયા, પેરુ અને તુર્કીનો સમાવેશ થાય છે. નાણાકીય ખાતાઓની સંખ્યામાં લગભગ એક લાખનો વધારો થયો છે.

સ્વિસ એકાઉન્ટ શું હોય છે?
સ્વિટ્ઝર્લેન્ડની તમામ બેંકોને સ્વિસ ફેડરલ બેંકિંગ એક્ટના ગોપનીયતા કાયદાની કલમ 47 હેઠળ બેંક ખાતા ખોલવાનો અધિકાર છે. જો સ્વિટ્ઝર્લેન્ડમાં કોઈએ કોઈ ગુનો કર્યો નથી, તો બેંકે તેના વિશે કોઈ માહિતી શેર કરતી નહતી. જો કે, વર્ષ 2017માં, વિશ્વ સમુદાયના દબાણ પછી, કાયદો હળવો કરવામાં આવ્યો અને માહિતી શેર કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...