તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • A Slight Improvement Of 78 Points In The Stock Market; The Banking, Energy, IT And FMCG Sectors Led The Reforms

બજાર સેન્ટીમેન્ટ:શેરબજારમાં 78 પોઇન્ટનો મામુલી સુધારો; બેન્ક, એનર્જી, IT અને FMCG સેક્ટરે સુધારાની આગેવાની લીધી

3 મહિનો પહેલા
(ફાઈલ ફોટો)

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો છે. પ્રારંભિક કામકાજ દરમિયાન અદાણીના શેરોમાં બોલાયેલા સામૂહિક કડાકા વચ્ચે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ એક તબક્કે 400 પોઇન્ટથી વધારે ગગડ્યો હતો. જોકે બાદમાં IT, એનર્જી તથા FMCG સેક્ટરના શેરોમાં વ્યાપક પ્રમાણમાં ખરીદી નિકળતા ભારતીય શેરબજાર 77 પોઇન્ટના સુધારા સાથે બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 12 પોઇન્ટના મામુલી સુધારો દર્શાવી બંધ આવી હતી.

ત્રણ એવા વિદેશી ફંડોના ખાતા સીઝ કરવામાં આવ્યા હતા કે જેમના અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં આશરે રૂપિયા 43,500 કરોડનું રોકાણ છે.આ સંજોગોમાં અદાણી એન્ટરપ્રાઈઝીસમાં 20 ટકા, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં 16 ટકા, અદાણી પાવરના શેરોમાં 5 ટકા, અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 5 ટકા તથા અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં 5 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. જોકે ત્યારબાદ શેરોમાં નીચે સ્તરેથી વ્યાપક પ્રમાણમાં ખરીદી નિકળતા રિકવરી જોવા મળી હતી.

બજારને સપોર્ટ આપનારા સેક્ટરોમાં PSU બેન્ક, એનર્જી, IT અને FMCGના શેરોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરોમાં રિયલ્ટી સેક્ટરનો સમાવેશ થતો હતો. નિફ્ટીમાં મેટલ તથા મીડિયા સેક્ટરમાં પણ એકંદરે નબળી સ્થિતિ જોવા મળી હતી.

હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાયનાન્સ તથા ઈન્ફોસિસના શેરોમાં તેજીને લીધે શેરબજાર સુધારા સાથે બંધ રહેવામાં સફળ રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં સૌથી વધારે સુધારો નોંધાવનાર શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાયનાન્સ, ONGC,ઈન્ફોસિસ, પાવરગ્રીડ તથા લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં તેજીમય માહોલ જોવા મળ્યો હતો. જ્યારે સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરોમાં કોટક બેન્ક, HDFC, સનફાર્મા, બજાજ-ઓટો, NTPC,મારુતિના શેરોમાં સૌથી વધારે ઘટાડો થયો હતો. સેન્સેક્સ પેકમાં 30 પૈકી 15 સ્ક્રીપમાં તેજી જ્યારે 15 સ્ક્રીપમાં મંદીમય માહોલ જોવા મળતો હતો.

આજે ટોરેન્ટ ફાર્મા, ગોદરેજ કન્ઝ્યુમર, ICICI પ્રૃડ, મુથૂટ ફાયનાન્સ, RIL,તાતા મોટર્સ,ONGC,SAIL, પાવર ગ્રિડ, ડિવીસ લેબ, બજાજ ફાયનાન્સ, વિપ્રો, બાટા ઈન્ડિયા, સિપ્લા અને ડાબરમાં પણ મજબૂત સ્થિતિ રહી હતી.