ઠંડીમાં પહેરવાનાં કપડાંની વાત કરીએ તો ભારતમાં કાશ્મીરી પશમીના બકરીથી મળનાર ઊનને સૌથી સોફ્ટ અને મોંઘા ફેબ્રિકમાં ગણવામાં છે. પરંતુ દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પર્વતમાળામાં જોવા મળતા વિકુના નામનું જનાવરનું ઊન દુનિયામાં સૌથી મોંઘું ફેબ્રિક છે.
વિકુના ફેબ્રિક ઠંડીમાં રાજવંસ અમે અમીરોના પોશાકમાં સામેલ હોય છે. હજી પણ તેનો એ મોભો જળવાઇ રહ્યો છે. લક્ઝરી અને મોંઘાં ફેબ્રિકથી કપડાં બનાવનારી ઇટાલીની કંપની લોરો પિયાનોની વેબસાઇટ પર વિકુનાથી બનેલા મોજાની જોડીની કિંમત લગભગ 80,000 રૂપિયા છે. વિકુનાનો શર્ટ 4.23 લાખ રૂપિયાનો છે. એ એટલો દુર્લભ અને મોંઘાં છે કે કોઇપણ મોલમાં તમને વિકુનાથી બનેલાં કપડાં ડિસ્કાઉન્ટ પર નહીં મળે.
આખરે આટલાં મેંઘું કેમ છે વિકુના યાર્ન
એન્ડિઝ પર્વતમાળામાં રહેનારું નાના ઊંટ જેવું વિકુના, દુનિયાભરનાં લુપ્ત પ્રાયઃ પ્રાણીઓની શ્રેણીમાં આવે છે. આનું ઊન ઘણું સોફ્ટ, બારીક અને આરામદાયી હોય છે. તેની લુપ્ત થતી પ્રજાતિને કારણે 1960માં તેને દુર્લભ જાહેર કરવામાં આવ્યું. ત્યાર બાદ તેને પાળવું, રાખવું અને ઊન નિકાળવા માટે સખ્ત નિયમો બનાવવામાં આવ્યા. આનું ઊન ઘણું હલકું અને પાતળું હોય છે.
એક કોટ બનાવવા માટે 35 વિકુનામાંથી નિકાળવું પડે છે ઊન
એક કોટ બનાવવા માટે લગભગ 35 વિકુનામાંથી ઊન નિકાળવું પડે છે. ઇટાલીની કંપની લોરો પિયાનાએ પેરુની એન્ડિઝ શ્રૃંખલાની પાસે 5,000 એકર જમીન પર વિકુના માટે અભયારણ્ય બનાવ્યું છે. અહીં વિકુનાને પાળવામાં આવે છે અને બહુ સખ્ત નિયમોનુસાર તેનું ઊન નિકાળવામાં આવે છે.
પશ્મીના અથવા અન્ય ઊનથી કેટલું અલગ છે વિકુના
સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળા વિકુના ઊનની જાડાઇ 12-14 માઇક્રોન હોય છે. દરેક પ્રાકૃતિક રેસામાં આ સૌથી આરામદાયક હોય છે. તેનું કમ્ફર્ટ ફેક્ટર 100માંથી 99 છે. આની તુલનામાં કાશ્મીરી પશમીના જાડાઇ 15-19 માઇક્રોન અને બેબી અલ્પકાની જાડાઇ 22.5 માઇક્રોન સુધી હોય છે. એટલા માટે વિકુન ઊન ખાસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.