તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • A Package Of Rs 20 Lakh Crore For A Self reliant India Campaign Will Be Announced By The Finance Minister At 4 Pm Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત પેકેજ:નાણાંમંત્રી સીતારમણ ચાર દિવસ સુધી 20 લાખ કરોડના પેકેજ વિશે માહિતી આપે તેવી શકયતા, આજે સાંજે 4 વાગે પ્રથમ જાહેરાત

નવી દિલ્હીએક વર્ષ પહેલા
 • 20 લાખ કરોડનું રાહત પેકેજ GDPના લગભગ 10 ટકા છે
 • 2020-21ના સ્વીકૃત બજેટ એટલે કે 30 લાખ કરોડથી લગભગ તે 10 લાખ કરોડ ઓછું છે
 • આ પેકેજથી ગૃહ ઉદ્યોગ, લધુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો, મધ્યમ વર્ગને ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના કોવિડ-19ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ આજથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ જણાવશે. બ્રેકઅપ અંગેની માહિતી સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શકયતા છે. તેમાં ચાર એટલે કે લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે, તેને એક-એક દિવસે જાહેર કરવામાં આવશે. આજે નાણાં મંત્રી સાંજે 4 વાગે પ્રથમ જાહેરાત કરશે.
12 લાખ કરોડ રૂપિયાના પેકેજનું બ્રેકઅપ

જાહેર કરાયેલા રૂ. 20 લાખ કરોડના પેકેજમાંથી આશરે 8 લાખ કરોડ આરબીઆઈ અને સરકાર દ્વારા પહેલા જ મજૂર કરવામાં આવ્યા છે. હવે 12 લાખ કરોડના પેકેજનું બ્રેકઅપ આપવામાં આવશે. તેમાંથી 50,000 કરોડ રૂપિયા ટેક્સ માટે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે વીજ ક્ષેત્રને આશરે એક લાખ કરોડ રૂપિયા મળી શકે છે. એ જ રીતે દેશના ગરીબોને સીધા લાભ સ્થાનાંતરણ દ્વારા મોટી રકમની ફાળવણી કરવામાં આવી શકે છે. તેમાં NBFC અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આશરે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી શકે છે.

રાહત પેકેજ GDPના લગભગ 10 ટકા 20 લાખ કરોડનું 

આર્થિક પેકેજ સાથે જોડાયેલી તમામ માહિતી આજે નિર્મલા સીતારમણ જણાવશે. નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે કહ્યું હતું કે સમગ્ર માહિતી બે-ત્રણ સ્ટેજમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે  પેકેજ સમાજના દરેક તબક્કાને મળશે. 20 લાખ કરોડનું રાહત પેકેજ જીડીપીના લગભગ 10 ટકા 20 લાખ કરોડનું રાહત પેકેજ જીડીપીના લગભગ 10 ટકા છે. તે 2020-21 સ્વીકૃત બજેટ એટલે કે તે 30 લાખ કરોડથી લગભગ 10 લાખ કરોડ ઓછું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પેકેજથી ગૃહ ઉદ્યોગ, લધુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો અને મધ્યમ વર્ગને ફાયદો મળશે. આ સિવાય ભારતીય ઉદ્યોગ જગતને પણ તેનાથી નવી તાકાત મળશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો