• Gujarati News
  • Business
  • A Net Worth Of Rs. 5.66 Lakh Crore Drop, Pushing The Mark To Number 20 On The Bloomberg Billionaires List

ઝકરબર્ગને મેટાવર્સની દુનિયામાં પગ મૂકવો ભારે પડ્યો:નેટવર્થમાં રૂ. 5.66 લાખ કરોડનો ઘટાડો થયો, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ યાદીમાં માર્કનું સ્થાન 20મા નંબરે ધકેલાયું

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેસબુક (Meta)ના સ્થાપક માર્ક ઝકરબર્ગને Metaverseની દુનિયામાં પગ મૂકવો ભારે પડ્યો છે. અમેરિકામાં લગભગ દરેક જાયન્ટ ટેક કંપની માટે આ વર્ષ મુશ્કેલ રહ્યું છે. આ દરમિયાન Meta Platform Inc.ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગની સંપત્તિ લગભગ અડધી કરી થઈ ગઈ છે.

આ વર્ષે ઝકરબર્ગની નેટવર્થમાં 5.66 લાખ કરોડ રૂપિયા ઘટાડો થયો
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં આ વર્ષે 71 બિલિયન ડોલર, એટલે 5.66 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ગ્લોબલ બિલિયોનેર્સની યાદીમાં આ વર્ષે માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં સૌથી વધુ ઘટાડો થયો છે.

ગ્લોબલ બિલિયોનેર્સના લિસ્ટમાં 20મા નંબરે
એટલું જ નહીં, માર્ક ઝકરબર્ગ 55.9 બિલિયન ડોલર, એટલે કે 4.45 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ગ્લોબલ બિલિયોનેર્સની યાદીમાં 20મા નંબરે પહોંચી ચૂક્યા છે. 2014 બાદ ઝકરબર્ગનું આ સ્થાન સૌથી નીચું છે અને વોલ્ટન પરિવારના 3 અને કોચ પરિવારના 2 સભ્યથી પણ પાછળ છે.

સપ્ટેમ્બર 2021માં 11.32 લાખ કરોડ રૂપિયા પહોંચી નેટવર્થ
​​​​​​​
સપ્ટેમ્બર 2021માં ઝકરબર્ગની નેટવર્થ 142 બિલિયન ડોલર, એટલે 11.32 લાખ કરોડ રૂપિયા પહોંચી હતી. એ સમયે કંપની Metaનો શેર 382 ડોલર અથવા 30,459 રૂપિયા સુધી પહોંચ્યો હતો. હવે Metaનો શેર 148 ડોલર અથવા 11,802 રૂપિયા પર પહોંચ્યો છે.

2 વર્ષ પહેલાં 8.45 લાખ કરોડ રૂપિયા હતી ઝકરબર્ગની સંપત્તિ
2 વર્ષ કરતાં પણ ઓછા સમય પહેલાં 38 વર્ષીય માર્ક ઝકરબર્ગની નેટવર્થ 106 બિલિયન ડોલર, એટલે 8.45 લાખ કરોડ રૂપિયા હતી. ગ્લોબલ બિલિયોનેર્સની યાદીમાં માત્ર જેફ બેજોસ અને બિલ ગેટ્સ જ ઝકરબર્ગ કરતાં આગળ હતા.

ગ્લોબલ માર્કેટમાં સંઘર્ષ કરી રહી છે Meta
​​​​​​​
સપ્ટેમ્બર 2021માં ઝકરબર્ગે મેટાની શરૂઆત કરી અને Facebook Inc નું નામ બદલીને Meta Platforms કર્યું. ત્યારથી કંપનીનો ખરાબ સમય શરૂ થયો અને અત્યારસુધી માર્કેટમાં કંપનીનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. તાજેતરમાં કંપની ગ્લોબલ માર્કેટમાં પગ જમાવવા સંઘર્ષ કરી રહી હોય એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...