ઇંધણના ભાવવધારાની અસર:ઓટો ક્ષેત્રે મિશ્ર ટ્રેન્ડ, મિડસેગમેન્ટમાં વેચાણ ઘટ્યાં

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિમિયમ કાર (એસયુવી)ની માગ વધી, અન્ય સેગમેન્ટમાં વેચાણો ઘટ્યાં

ઓટો સેક્ટરમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં થતા સતત વધારાના કારણે મિડસેગમેન્ટની કારના વેચાણને મોટી અસર પડી છે. દેશમાં નાની કારના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) સેગમેન્ટમાં કારના વેચાણમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. એપ્રિલમાં એસયુવી ડિમાન્ડમાં રહી હતી.

સ્મોલ કાર લીડર મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે એસયુવી-કેન્દ્રિત તાતા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોયોટા અને કિયા મોટર્સના વેચાણમાં મોટાપાયે વૃદ્ધિ જોવા મળી હતી. તાતા મોટર્સે એપ્રિલમાં 41587 કાર વેચી હતી. જે ગતવર્ષ કરતાં 66 ટકા વધુ છે. મહિન્દ્રાએ પણ એપ્રિલમાં 358 નાની કાર સામે 22168 એસયુવી વેચી હતી. જે વાર્ષિક 22 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

બીજી બાજુ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી સ્મોલ કાર સેગમેન્ટમાં ફોકસ કરે છે. જેના સ્થાનિક વેચાણો એપ્રિલમાં 7 ટકા ઘટી 1,32,248 યુનિટ નોંધાયા હતા. હ્યુન્ડાઈ મોટર્સે પણ 10 ટકા નુકસાન સાથે 44001 કરા વેચી હતી.

મહિન્દ્રાના ઓટોમોટિવ ડિવિઝનના પ્રેસિડન્ટ વિજય નકરાએ જણાવ્યુ હતુ કે, એસયુવી સેગમેન્ટમાં વેચાણો સતત વધ્યા છે. બુકિંગ મજબૂત રહ્યા છે. ફોર્ચ્યુનર જેવી એસયુવી બનાવતી ટોયોટા કિર્લોસ્કરના વેચાણો 57 ટકા વધી 15085 યુનિટ નોંધાયા છે.

અલ્ટો-એસપ્રેસોનાં વેચાણો 31 ટકા ઘટ્યાં
મીની કાર સેગમેન્ટમાં અલ્ટો અને એસ-પ્રેસોના વેચાણો 31 ટકા ઘટી 17137 યુનિટ રહ્યા હતા. મારુતિના કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં વેચાણો 18 ટકા ઘટી 59184 યુનિટ નોંધાયા હતા. યુટિલિટી વ્હિકલ્સના વેચાણો 33 ટકા વધ્યા હતા.

ઉત્પાદન અને સપ્લાય ચેઈનમાં અડચણો પડકારરૂપ
ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં સુધારા સાથે માગ મજબૂત બની છે. જો કે, સપ્લાય ચેઈનની સમસ્યાઓ અને સેમી કંડક્ટર્સની અછતના કારણે ઉત્પાદનમાં ઘટાડાના લીધે માગને પહોંચી વળવા કંપનીઓ સક્ષમ નથી.

પેટ્રોલ-ડીઝલના વેચાણો ઘટ્યાં
ઈંધણના ભાવો વધતાં પેટ્રોલ-ડિઝલના વેચાણો એપ્રિલમાં સ્થિર રહ્યા છે. રાંધણ ગેસ એલપીજીની કિંમત રેકોર્ડ સ્તરે વધતાં માગ ઘટી છે. એપ્રિલમાં પેટ્રોલનો વેચાણ ગ્રોથ 2.1 ટકાના સ્તરે નરમ રહ્યો હતો. જ્યારે ડિઝલની માગ ફ્લેટ રહી હતી. એલએનજીના વેચાણો 9.1 ટકા ઘટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...