કોમોડિટી કરંટ:સોના-ચાંદીની ખરીદી માટે ઉત્તમ સમય, સોનામાં 51000ના ભાવથી ઝડપી મંદીની સંભાવના નથી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારો જાળવી રાખશે તેવા નિર્દેશથી સોના-ચાંદીમાં ઘટાડો જળવાયો

વૈશ્વિક સ્તરે મોંઘવારીનો ભય સમ્યો નથી ત્યારે આવા સંજોગોમાં ફેડરલ રિઝર્વ વ્યાજ વધારો જાળવી રાખશે તેવા નિર્દેશો વચ્ચે સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો આવ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું ઝડપી ઘટી 1650 ડોલરની અંદર જ્યારે ચાંદી 18 ડોલરની નજીક પહોંચી છે.

વૈશ્વિક બજારમાં ઘટાડા સાથે સ્થાનિક બજારમાં સોનું ઝડપી ઘટી 52000 અંદર જ્યારે ચાંદી 56500 અંદર બોલાવા લાગી છે. વૈશ્વિક બજારમાં ભાવ ઝડપી ઘટ્યા છે પરંતુ રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી સ્થાનિકમાં ઘટાડો સિમિત રહ્યો છે. સોનામાં 51000ના ભાવની મંદી નથી પરિણામે આ ભાવથી ખરીદી વળતરદાયી સાબીત થઇ શકે છે.

ખરીફ પાકોની આવકો વધે તો ભાવ ઝડપી ઘટી શકે
દેશમાં ખરીફ સિઝનના માલોની આવકોનું પ્રેશર હજુ સામાન્ય છે. જ્યાં સુધી વેચવાલીનું દબાણ નહીં આવે ત્યાં સુધી એગ્રી કોમોડિટીમાં ઝડપી ઘટાડો જોવા મળે તેમ નથી. આયાતી ખાદ્યતેલોમાં ભાવ ઘટ્યા છે પરંતુ રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી તેની સ્થાનિક બજારોમાં મોટી અસર જોવા મળી નથી. નવેમ્બર મહિનાથી બજારમાં મોટાભાગની કોમોડિટીની કિંમતોમાં ઘટાડો આવે તેવું નિષ્ણાતોનું કહેવું છે. તહેવારોના કારણે હાલ ભાવ જળવાઇ રહ્યાં છે.

માગ અભાવે મેટલ્સમાં સુસ્તી રહેશે 1. ચીનની માગ નહિંવત્ રહેતા ભાવ નરમ: વૈશ્વિક સ્તરે મેટલ્સ માર્કેટમાં હજુ તેજીના સંકેતો નહિવત્ છે.ચીનમાં હજુ સ્લોડાઉનની સ્થિતી છે જેથી બજારમાં તેજી અટકી છે.ચીનની માગ કેવી રહે છે તેના પર બજારનો આધાર રહેલો છે.

2. લીડ તથા કોપરમાં ટ્રેન્ડ મજબૂતીનો રહેશે : વૈશ્વિક મેટલ્સની માગ ખુલવા લાગી છે.કે બેટરી મટીરિયલની માગ ફરી ધીમી ગતીએ ખુલશે જેના કારણે મોટા ભાગની મેટલ્સમાં સુધારાની ચાલ જોવાશે 5 ટકા સુધારો થઇ શકે છે.

3. ડોલર ઇન્ડેક્સ સુધરતા ઘટાડાની ચાલઃ ડોલર ઇન્ડેક્સમાં સુધારો જળવાઇ રહ્યો છે. વધી 110 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે તેના અનુસંધાને મેટલ્સમાં સુધારો અટક્યો છે. ડોલર વધુ મજબૂત બને અને માગ અટકે તો બજાર ઘટી શકે

અન્ય સમાચારો પણ છે...