ભાસ્કર એનાલિસિસ:મેન્યુફેક્ચરિંગમાં ઝટકો પણ રિયલ એસ્ટેટ, સર્વિસ સેક્ટર ગ્રોથ કરશે

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજેટ પહેલાં આ આંકડા આવકાર્ય: નિષ્ણાતો

જો મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરને બાકાત રાખીએ તો અન્ય તમામ સેક્ટરની સ્થિતિ સારી જણાઈ રહી છે. 2022-23ના નાણાવર્ષમાં મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ 1.6% રહેવાનું અનુમાન છે, જે ગત વર્ષે 9.9% હતો. આ વર્ષે જાન્યુઆરી-જૂનમાં ઉદ્યોગોનો નફો ઓછો નોંધાતા આ સ્થિતિ આવી.

સર્વિસ સેક્ટરમાં ફરી નવો પ્રાણ ફૂંકાતા ટ્રેડ, ટ્રાન્સપોર્ટ અને હોટલ જેવાં ક્ષેત્રોમાં સૌથી વધુ 2.6%ના ગ્રોથની અપેક્ષા છે. પબ્લિક એડમિનમાં 8%ની વૃદ્ધિ સંકેત આપે છે કે સરકાર ખાધને ધ્યાનમાં રાખીને વધારાના કોઈ ખર્ચ વિના યોગ્ય ટ્રેક પર છે.

ફિફ્ટી-ફિફ્ટી...4 સેક્ટરમાં મંદી, 4માં તેજી

  • આપણા 8 કૉર સેક્ટરમાંથી 4માં તેજી અને 4માં સુસ્તી રહેશે.
  • તેનો આકાર ચાલુ નાણાવર્ષમાં 145 લાખ કરોડ રૂપિયા થશે. જે આજે 136 લાખ કરોડ છે.
  • સર્વિસ અને રિયલ એસ્ટેટ સૌથી શ્રેષ્ઠ.
અન્ય સમાચારો પણ છે...