• Gujarati News
  • Business
  • A Big Drop In The Price Of Gold, The Price Again Approached 48 Thousand; Decrease Of Rs 8,000 From Record High

લગ્ન સીઝનમાં સોનું સસ્તું:ગોલ્ડની કિંમતમાં મોટો ઘટાડો, ભાવ ફરી 48 હજારની નજીક પહોંચ્યા; રેકોર્ડ હાઈથી 8 હજાર રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાના ભાવ આવનારા એક વર્ષમાં 55 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે: નિષ્ણાંત
  • સોનું ખરીદવા કે તેમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છેઃ જાણકાર

આજે એટલે કે 23 નવેમ્બરે સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ મુજબ શરાફી માર્કેટમાં સોનું 758 રૂપિયા સસ્તું થઈને 48,076 રૂપિયાએ પહોંચી ગયું છે. વાયદા બજારની વાત કરવામાં આવે તો MCXમાં બપોરે 4 વાગ્યે સોનું 308 રૂપિયાના ઘટાડા સાથે 47,615 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું.

કેરેટની ગણતરીએ સોનાની કિંમત

કેરેટભાવ (રૂપિયા/10 ગ્રામ)
2448,076
2347,884
2244,038
1836,057

64 હજારથી નીચે ચાંદી
જો ચાંદીની વાત કરવામાં આવે તો MCXમાં બપોરે 4 વાગ્યે આ 994 રૂપિયાના ઘટાડાની સાથે 63,577 રૂપિયાએ ટ્રેડ કરી રહી હતી. શરાફી માર્કેટમાં આ 1,297 રૂપિયા સસ્તી થઈને 64,532 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.

ઓગસ્ટ 2020માં 56 હજારે પહોંચ્યું હતું સોનું
સોનું હાલ પોતાના રેકોર્ડ હાઈથી ઘણું જ સસ્તું થઈ ગયું છે. ગત વર્ષે શરાફી ઓગસ્ટમાં તેની કિંમત 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ હતી. આ એક રેકોર્ડ હતો. હાલ તે 48,076 રૂપિયા છે. જે પોતાના રેકોર્ડ હાઈથી 8,124 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓછી કિંમતે મળી રહ્યું છે.

સોનામાં કેમ આવી રહ્યો છે ઘટાડો?
કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે સોનામાં ઘટાડાનો કોઈ મોટું કે ઠોસ કારણ નથી. અમેરિકન ફેડરલ બેંકે વ્યાજ દરને નીચલા સ્તરે યથાવત રાખ્યા છે. જેનાથી સોનામાં વિપરીત અસર પડી છે, પરંતુ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે.

55 હજાર સુધી જઈ શકે છે સોનું
અજય કેડિયા જણાવે છે કે દેશ અને દુનિયામાં મોંઘવારી વધી રહી છે. આ ઉપરાંત અનેક દેશોમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. તેનાથી સોનાના ભાવને સપોર્ટ મળશે અને તે આવનારા એક વર્ષમાં 55 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જો તમે સોનું ખરીદવા કે તેમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ યોગ્ય સમય હોય શકે છે.

અન્ય સમાચારો પણ છે...