અદાણી મુદ્દે ખુલાસો કરીને ભારતના કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચાવનાર હિંડનબર્ગે ફરી મોટો દાવો કર્યો છે કે વધુ એક મોટો રિપોર્ટ સામે આવવાનો છે. હિંડનબર્ગનો સૌથી ચર્ચિત રિપોર્ટ અમેરિકાના ઓટો સેક્ટરની મોટી કંપની નિકોલા વિશે હતો. આ પછી આ રિસર્ચ ફર્મે અદાણી ગ્રુપ ઓફ ઈન્ડિયા પર એક રિપોર્ટ પણ બહાર પાડ્યો હતો. શેરબજારમાં પોતાના રિપોર્ટથી ભૂંકપ લાવનાર હિંડનબર્ગ રિસર્ચે વધુ એક મોટો રિપોર્ટ જલદી જ બહાર પાડવાની જાહેરાત ટ્વિટર પર કરી છે.
અદાણીની પોલ ખોલનારી કંપનીનો મોટો દાવો
પોતાના અહેવાલો દ્વારા શેરબજારમાં હલચલ મચાવનાર હિંડનબર્ગ રિસર્ચે હવે ટૂંક સમયમાં વધુ એક ‘મોટો રિપોર્ટ’ લાવવાનું કહ્યું છે. શોર્ટ સેલિંગ ફર્મે ટ્વીટમાં કહ્યું છે કે ટૂંક સમયમાં મોટો રિપોર્ટ આવી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે હિંડનબર્ગના અગાઉના અહેવાલને કારણે ભારતીય અબજોપતિ બિઝનેસમેન ગૌતમ અદાણીને શેરબજારમાં ભારે નુકસાન થયું હતું. એટલું જ નહીં, અદાણીની ઘણી કંપનીઓ સેબીની દેખરેખ હેઠળ આવી ગઈ છે.
'હિંડનબર્ગ'એ અદાણીની કંપનીઓ અંગેનો રિપોર્ટ કેમ બહાર પાડ્યો?
'હિંડનબર્ગ'નો રિપોર્ટ વાંચીએ તો સ્પષ્ટ જણાય છે કે આ કંપનીએ જાણીજોઈને અદાણી ગ્રુપની કંપનીઓના શેર નીચે લાવવા માટે આ રિપોર્ટ બહાર પાડ્યો હતો. એનું કારણ એ છે કે અદાણી ગ્રુપની કંપનીઓ પર 'હિંડનબર્ગ'એ 'શોર્ટ પોઝિશન' લીધી છે. ખરેખર શેરબજારમાંથી પૈસા કમાવવાની બે મુખ્ય રીત છે...લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશન.
ધારો કે કોઈ કંપની અથવા વ્યક્તિએ કંપનીના શેર રૂ.100માં ખરીદ્યા અને રૂ.150માં વેચ્યા. આ કિસ્સામાં તેને રૂ.50નો નફો મળે છે. આ પદ્ધતિને લોંગ પોઝિશન કહેવામાં આવે છે.
એ જ રીતે ધારો કે હિંડનબર્ગ કંપની શેરબજાર સાથે જોડાયેલી કંપની A પાસેથી એક મહિના માટે 10 શેર ઉધાર લે છે અને તેને Bને વેચે છે. હાલમાં માર્કેટમાં એક શેરની કિંમત 100 છે અને તેણે એ જ કિંમતે Bને વેચી દીધા. હવે હિંડનબર્ગને વિશ્વાસ છે કે અદાણીના શેરના ભાવ તેમના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ઘટશે.
હવે ધારો કે અહેવાલ પ્રકાશિત થતાં જ અદાણીના શેરની કિંમત 100થી ઘટીને 80 થઈ ગઈ. આવી સ્થિતિમાં હિંડનબર્ગ હવે બજારમાંથી રૂ. 80માં 10 શેર ખરીદશે અને તેને કંપની Aને પરત કરશે. આ રીતે હિન્ડનબર્ગને એક શેર પર 20 રૂપિયા સુધીનો નફો મળે છે. આને શોર્ટ પોઝિશન કહેવામાં આવે છે, એટલે હિંડનબર્ગે અદાણી વિરુદ્ધ અહેવાલ પ્રસિદ્ધ કર્યો.
હવે જાણીએ હિંડનબર્ગ કંપની વિશે…
નાથન એન્ડરસન નામની વ્યક્તિએ યુએસએની કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આ પછી તે નોકરી શોધવા લાગે છે. ટૂંક સમયમાં તેને ડેટા રિસર્ચ કંપનીમાં નોકરી મળી જાય છે. અહીં તેનું કામ નાણાંના રોકાણ વ્યવસ્થાપન સાથે સંબંધિત છે. નોકરી પર હોય ત્યારે એન્ડરસન ડેટા અને શેરબજારની બારીકી સમજે છે. તેને ખ્યાલ આવે છે કે શેરબજાર વિશ્વના મૂડીવાદીઓનો સૌથી મોટો અડ્ડો છે. આમાં ઘણુંબધું થઈ રહ્યું છે, જે સામાન્ય લોકોની સમજની બહાર છે. આ કારણસર એન્ડરસનના મગજમાં નાણાકીય સંશોધન કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો. તેનું પરિણામ 2017માં જોવા મળ્યું, જ્યારે એન્ડરસને 'હિંડનબર્ગ' નામની આ કંપની શરૂ કરી.
'હિન્ડનબર્ગ' કંપની શું કરે છે?
નાથન એન્ડરસનની કંપની 'હિંડનબર્ગ'નું મુખ્ય કામ શેરબજાર, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ પર સંશોધન કરવાનું છે. આ સંશોધન દ્વારા, 'હિંડનબર્ગ' કંપની શોધી કાઢે છે કે…
હિંડનબર્ગે આ પહેલાં એક મોટી કંપનીને કંગાળ કરી હતી
2020માં ઇલેક્ટ્રિક ટ્રક બનાવતી અમેરિકન કંપની નિકોલાના શેરની કિંમત ઝડપથી વધી રહી હતી. ત્યાર પછી સપ્ટેમ્બર મહિનામાં હિંડનબર્ગે નિકોલા કંપનીને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો, જેના પછી આ કંપનીના શેર 80% તૂટ્યા. તેમના અહેવાલમાં હિંડનબર્ગે દાવો કર્યો હતો કે નિકોલાએ તેમની કંપની અને વાહનો વિશે રોકાણકારોને ખોટી માહિતી આપી હતી. આ સમાચાર મળતાં જ અમેરિકાના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશને નિકોલાના માલિક સામે છેતરપિંડીનો ફોજદારી કેસ શરૂ કર્યો. નિકોલાના માલિક ટ્રેવર મિલ્ટનને દોષિત ઠર્યા બાદ 1000 કરોડ રૂપિયાથી વધુનો દંડ ભરવો પડ્યો હતો. જૂન 2020માં નિકોલા કંપનીનું મૂલ્ય 2.77 લાખ કરોડ રૂપિયા હતું, જે થોડા દિવસો પછી ઘટીને 11 હજાર કરોડ રૂપિયા થઈ ગયું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.