નુકસાન:અમેરિકનોનાં રાજીનામાંથી ચીનના સેમિકન્ડક્ટર ઉદ્યોગને મોટો ફટકો

ન્યૂયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈડેને કહ્યું કે અમેરિકનો ચીનમાં નોકરી છોડે અથવા અમારી નાગરિકતા

અમેરિકાએ ચીનના સેમિકન્ડક્ટર ઉદ્યોગને મોટો ફટકો આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને ચીનના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કામ કરતાં અમેરિકન નાગરિકોને કડક સંદેશ આપતાં કહ્યું છે કે તેઓ ચીનમાં કામ કરવાનું છોડી દે અથવા અમેરિકાની નાગરિકતા છોડી દે.

17 ઓક્ટોબરની રાત્રે ચીનની સેમિકન્ડક્ટર કંપનીઓમાં કામ કરતા અમેરિકનોએ એકસાથે રાજીનામાં આપી દીધાં હતાં. રાજીનામું આપનારા કર્મચારીઓની સંખ્યા અંગે ચીને સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. પરંતુ અમેરિકી સમાચાર એજન્સીઓએ દાવો કર્યો છે કે તેમની સંખ્યા હજારોમાં છે. તેઓ તમામ મોટા હોદ્દા પર કામ કરી રહ્યા હતા.

અમેરિકાએ તાજેતરમાં ચીનની 30 સેમિકન્ડક્ટર કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી અને સાથે ચીનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટેના પ્રોસેસર્સ મોકલવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. બાઈડેનના આ નિર્ણયોએ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધો કરતાં ચીનને વધુ નુકસાન પહોંચાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...