તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • A Bad Bank Has Been Set Up To Reduce Bad Loans And A Former SBI Banker Has Been Given The Reins

રાહત:બેડ લોન્સ ઘટાડવા બેડ બેન્ક સ્થાપિત થઈ એસબીઆઈના પૂર્વ બેન્કરને કમાન સોંપાઈ

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય બેન્કોને ટૂંક સમયમાં લાખ કરોડોની એનપીએમાંથી મુક્તિ મળશે

ભારતમાં બેન્કોની બેડ લોન ઘટાડવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તેના માટે અગાઉ થયેલી જાહેરાત અનુસાર, બેડ લોન બેન્કનુ રજિસ્ટ્રેશન નેશનલ એસેટ રિંક્સ્ટ્રક્શન કંપની લિ. પેટે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવ્યુ છે. કંપની રજિસ્ટ્રાર સમક્ષ ફાઈલિંગ અનુસાર, પદ્મકુમાર માધવન નાયરને એનએઆરસીએલના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

નાયર અગાઉ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં એનપીએના ઉકેલ માટે કામ કરી ચૂક્યા છે. ઈન્ડિયન બેન્કના સીઈઓ સુનિલ મહેતા તેના ડિરેક્ટર જ્યારે એસબીઆના સાલી સુકુમારન નાયર અને કેનેરા બેન્કના અજીત કૃષ્ણન નાયર બોર્ડમાં નોમીની ડિરેક્ટર બનશે. એનઆરસીએલના રજિસ્ટ્રેશન સાથે જ બેન્કોની બેલેન્સશીટ્સમાંથી અત્યંત મોટાપાયે બાકી લોન ઘટાડવાની પ્રક્રિયાને વેગ મળશે.

એનએઆરસીએલની પેઈડ-અપ કેપિટલ 74.60 કરોડ થશે. બેડ બેન્ક બનવાથી એનપીએના બોજા હેઠળ દબાયેલી ભારતીય બેન્કોને રાહત મળશે. તેમજ નવી લોન ફાળવવામાં સક્રિય બનશે. હવે રોકાણકારોની નજર તેના પર છે કે, કેટલી અસરકારક રીતથી આ બેડ લોન બેન્ક એનપીએની સમસ્યાના ઉકેલ માટે કામ કરશે.

આવી રીતે કામ કરશે એનએઆરસીએલ
એનએઆરસીએલની જાહેરાત નાણા મંત્રી નિર્મલા સિતારમણે 2021-22ના બજેટમાં કરી હતી. તેનું બેન્કોની એનપીએ અર્થાત બેડ લોનના ઉકેલ માટે નિર્માણ કરવામાં આવ્યુ છે. રૂ. 500 કરોડથી વધુ બેન્કોના આશરે 80 એનપીએ ખાતા બેડ બેન્કમાં ટ્રાન્સફર થશે. જેનાથી આશરે રૂ. 2 લાખ કરોડથી વધુ એનપીએ બેન્કોના ખાતામાંથી દૂર થઈ એનએઆરસીએલમાં સામેલ થશે.

બેડ લોન સપ્ટેમ્બર સુધી 13.5 ટકા થવાનો આરબીઆઈનો અંદાજ
આરબીઆઈએ આ વર્ષની શરૂઆતમાં અંદાજ આપ્યો હતો કે, સપ્ટેમ્બર સુધી બેન્કોનો બેડ લોન રેશિયો 13.5 ટકાથી 14.8 ટકા સુધી થઈ શકે છે. સપ્ટેમ્બર, 2020માં આ રેશિયો 7.5 ટકા હતો. જો આ આંકડો ખરો સાબિત થાય તો બેડ લોનનુ પ્રમાણ છેલ્લા 24-25 વર્ષની ટોચે પહોંચશે. અગાઉ 1996માં એનપીએ રેશિયો 16 ટકા હતો. બેન્ક ગ્રુપમાં સૌથી વધુ એનપીએ સરકારી બેન્કોની છે. સપ્ટેમ્બર, 2020માં સરકારી બેન્કોનો એનપીએ રેશિયો 9.7 ટકા હતો. જે આ વર્ષે સપ્ટેમ્બરમાં વધી 16.2 ટકા થવાની આશંકા છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...