ઉદ્યોગસાહસિકતા:ભારતમાં 91 યુનિકોર્ન ફેબ્રુઆરી સુધીમાં બન્યા

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંત્રપ્રેન્યોરમાં ડેલા લીડર્સ ચેપ્ટરનો પ્રારંભ

ઉદ્યોગસાહસિકોની સંખ્યા સતત વધી રહી છે. માત્ર આંત્રપ્રિન્યોર બનવું સહેલું નથી પરંતું વૈશ્વિક હરિફાઇમાં વેપારને વેગ આપવો એટલું જ મુશ્કેલ છે. ભારતમાં કુલ 91 યુનિકોર્ન ફેબ્રુઆરી 2022 સુધી નોંધાયા છે.જેનું કુલ મૂલ્ય 315 અબજ ડોલર રહ્યું છે. દરેક આંત્રપ્રિન્યોર યુનિકોર્ન બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે તેને સપોર્ટ આપવા માટે ડેલા લિડર્સ ચેપ્ટરની શરૂઆત અમદાવાદમાં કરવામાં આવી છે.

આ કલ્બ ઉદ્યોગસાહસિકોને નોલેજ, વૈશ્વિક બજારની પરિસ્થિતી ઉપરાંત તેમના વ્યવસારનું મેન્ટરીંગ કરી આપવા બાબતે આગળ આવશે તેમ ડીએલસીના ફાઉન્ડર જિમી મિસ્ત્રીએ જણાવ્યું હતું. ચેપ્ટર 7 દેશો અને 15 ચેપ્ટર શહેરોના ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો અને યુવા નેતાઓનો ગ્લોબલ સંમેલન સાથે જોડાયેલ છે. દોઢ વર્ષના અત્યંત ટુંકાગાળામાં દેશભરમાંથી 2300થી વધુ સભ્યો જોડાઇ ચૂક્યા છે.

ગુજરાત દેશભરમાં ઊદ્યોગસાહસિકોમાં ટોચના સ્થાને છે ત્યારે ડેલા ચેપ્ટર આગામી 5 વર્ષમાં 1250થી વધુ લોકો જોડશે તેવો નિર્દેશ કર્યો છે. આ પ્લેટફોર્મ મારફત ઉદ્યોગકારો તેના વેપારને કેવી રીતે વેગ આપવો તેની પરિભાષા સરળતાથી મેળવી શકશે. જેમાં છેલ્લા 2 વર્ષમાં 50% યુનિકોર્ન ઉભરી આવ્યા છે ડેલાની સૌથી ફાયદાકારક ઓફર તરીકે પસંદ કરેલ મેન્ટરશિપના કારણે ઉદ્યોગસાહસિકોમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ ઉભરતા સ્ટાર્ટઅપને મદદ કરવા માટે પ્રોત્સાહક યોજનાઓ ઘડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...