તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોકરીની તકો વધી:ભરતી પ્રક્રિયામાં 89%નો વધારો પ્રિ-કોવિડથી 24 ટકા વધુ નોકરીઓ

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કંપનીઓ દ્વારા કરવામાં આવતી ભરતી પ્રક્રિયા ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે 89%નો વધારો થયો છે. જે પ્રિ કોવિડના સ્તર ઓગસ્ટ,2019 કરતાં 24% વધારે છે. આ માહિતી નોકરી.કોમના નોકરી જોબસ્પિક ઈન્ડેક્સમાં જારી કરવામાં આવી છે. ઓગસ્ટમાં જોબ્સસ્પિક ઇન્ડેક્સ 2673 નોંધવામાં આવ્યો હતો.

આઇટી ક્ષેત્રની આગેવાની હેઠળના અનેક સેગમેન્ટમાં પ્રિ-કોવિડ સ્તરની સરખામણીમાં ભરતીમાં તીવ્ર વધારો થયો હતો. ઓગસ્ટ દરમિયાન IT ક્ષેત્રમાં ભરતી પ્રક્રિયા ઓગસ્ટ 2019ની તુલનાએ 79% વધી છે. ગયા મહિને એજ્યુકેશન-ટીચીંગ સેક્ટરની ભરતીમાં 102%ની મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી.

ઓગસ્ટ 2019ની સરખામણીમાં 34% વધુ છે. પ્રિ- કોવિડ સામે વધુ ભરતી કરનારા અન્ય ક્ષેત્રો રિયલ એસ્ટેટ (15%), ટેલિકોમ (13%), મેડિકલ-હેલ્થકેર (8%), ફાર્મા/બાયોટેક (7%), ઈન્સ્યોરન્સ (6%) અને BFSI (5%)નો સમાવેશ થાય છે.

આર્થિક ગતિવિધિઓ ઝડપથી સામાન્ય થઈ
બીજી લહેર પછી આર્થિક પ્રવૃત્તિઓ સામાન્ય થઈ રહી છે જાન્યુઆરી-મે 2021ની તુલના 2019ના સમાન સમયગાળા સાથે કરતાં વર્ષની શરૂઆતના પાંચ માસમાં ભરતીમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જૂનથી પોઝિટિવ ટ્રેન્ડ શરૂ થયો છે. ઓગસ્ટના આંકડાઓ જોતા, આપણે કહી શકીએ કે દેશનું જોબ માર્કેટ ઝડપથી સુધરી રહ્યું છે. > પવન ગોયલ, ચીફ બિઝનેસ ઓફિસર, નોકરી.કોમ

અન્ય સમાચારો પણ છે...