પ્રોત્સાહક પગલાંઓ:80 સ્ટાર્ટઅપ વેપારને વેગ આપવા પાંચ વર્ષમાં IPO માટે સક્ષમ બનશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમને સતત પ્રોત્સાહિત કરવા માટે સરકાર સતત પ્રયાસરત છે અને સરકારના અનેકવિધ પ્રોત્સાહક પગલાંઓ હવે સ્ટાર્ટઅપ્સની દિશામાં પણ રંગ લાવી રહ્યાં છે. દેશમાં આગામી 5 વર્ષમાં 100 જેટલા મોટા પાયે નફાકારક અથવા તો નફાકારકતાના માર્ગ તરફ પ્રગતિ કરતાં સ્ટાર્ટઅપ્સ જોવા મળશે. જેમાંથી 80 ટકા સ્ટાર્ટઅપ્સ માર્કેટમાં લિસ્ટીંગ માટે સક્ષમ છે તેવો આશાવાદ માર્કેટ રિસર્ચ અને કન્સલટન્સી ફર્મ રેડસીરે વ્યક્ત કર્યો છે.

IPOs પરના પોતાના રિપોર્ટ પર રેડસીર સ્ટ્રેટેજી કન્સલટન્ટ્સે જણાવ્યું છે કે, દેશમાં અત્યાર સુધી 20 જેવા સ્ટાર્ટઅપ્સનું સફળતાપૂર્વક લિસ્ટીંગ થયું છે. વૈશ્વિક પરિબળોને કારણે કન્ઝ્યુમર કંપનીઓની તુલનામાં ટેક્નોલોજી IPOsમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે.

કેશ ફ્લોની દૃષ્ટિએ પોઝિટિવ હશે તેઓની વેલ્યૂએશનમાં ઓછા વ્યાજદરની સ્થિતિ દરમિયાન 20-30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જોવા મળશે, જે ઉચ્ચ વ્યાજદરની સ્થિતિ દરમિયાન ઉપર જશે તેવી ધારણા છે. USમાં 43 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપમાં 25 ટકા જેટલું યોગદાન તો માત્ર ટેક્નોલોજી કંપનીનું છે, જેમાં એપલ અને એમેઝોન જેવા ટેક દિગ્ગજોનો સમાવેશ થાય છે. ભારતમાં, 3.9 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપમાં ટેક્નોલોજી અને ન્યૂ એજ કંપનીઓનું યોગદાન માત્ર 1 ટકા જ છે. 20 વર્ષની સ્થિતિ પર નજર કરીએ તો જાણવા મળે છે કે વ્યાજદરમાં એક તબક્કે ઘટાડા છતાં માર્કેટમાં રિકવરી માટે વધુ સમય લાગે છે.

અન્ય સમાચારો પણ છે...