ઇક્વિટી માર્કેટમાં સ્મોલ અને મિડકેપમાં બદલાવ આવ્યો છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ (AMFI) જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વખત તેમના માર્કેટ કેપના આધારે શેરોનું પુનઃવર્ગીકરણ કરે છે. આ ક્રમમાં એએમએફઆઈએ ડિસેમ્બર 2022ના અંતના છ મહિનાના ડેટાના આધારે તેની નવી યાદી બહાર પાડી છે, જે ફેબ્રુઆરીથી જુલાઈ 2023ના અંત સુધી લાગુ થશે.
આમાં આઠ કંપનીઓના શેરને સ્મોલ-કેપથી મિડ-કેપ કેટેગરીમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેમાં ટિમકેન ઈન્ડિયા, મેટ્રો બ્રાન્ડ્સ, બ્લુ ડાર્ટ એક્સપ્રેસ, ફાઈન ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ, યુકો બેંક, ઝેડએફ કોમર્શિયલ કંટ્રોલ સિસ્ટમ્સ ઈન્ડિયા, એપોલો ટાયર્સ, કેપીઆઈટી ટેક્નોલોજીસ અને પિરામલ ફાર્માનો સમાવેશ થાય છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ શેરોના આધારે શેરોનું આ અર્ધવાર્ષિક વર્ગીકરણ કરે છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ લાર્જ-કેપ કંપનીઓ ટોપ-100માં સામેલ છે. મિડ-કેપ્સ એવી કંપનીઓ છે જે 101 થી 250 માં ક્રમે છે. બીજી તરફ, સ્મોલ-કેપ્સમાં એવી કંપનીઓ છે જે 251 નંબરથી શરૂ થાય છે.
ફંડ ઇન્ડસ્ટ્રીઝને રોકાણમાં વિવિધતા મળશે
ઇક્વિટી માર્કેટમાં લાર્જ, સ્મોલ-મિડકેપ સેગમેન્ટમાં કંપનીઓનું વર્ગિકરણ કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ આ વર્ગીકરણને ધ્યાનમાં રાખી રોકાણ કરતી હોય છે. કોરોના મહામારી બાદ જે ગતીએ કંપનીઓમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો ત્યારબાદ અનેક કંપનીઓની કેટેગરી બદલાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.