રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ફરીથી તેજી:8 મોટા શહેરમાં સપ્ટે. ક્વાર્ટરમાં મિલકતોની કિંમતમાં 6%નો વધારો

મુંબઇ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇનપુટ ખર્ચ વધવા છતાં નવા હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચિંગ વધાર્યું

દેશના રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. આઠ મોટા શહેરોમાં જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6% ટકાનો વધારો થયો છે. દિલ્હી-NCR, મુંબઇ-MMR, કોલકાતા, પુણે, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગ્લુરુ અને અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. સૌથી વધુ દિલ્હી-એનસીઆરમાં મિલકતોની કિંમતમાં 14 ટકા તેજી છે.

ક્રેડાઇ-કોલિયર્સ-લિયાસેસ ફોરાસના હાઉસિંગ પ્રાઇઝ ટ્રેકર રિપોર્ટ-2022 અનુસાર વ્યાજદરોમાં વૃદ્વિ તેમજ ઇનપુટ ખર્ચમાં વધારા છતાં આ વર્ષના પ્રારંભથી જ ડેવલપર્સે હાઉસિંગ પ્રોજેક્ટના લોન્ચિંગમાં વધારો કર્યો છે. આ વચ્ચે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ન વેચાયેલા મકાનોની સંખ્યા વાર્ષિક સ્તરે 3 ટકા વધી હતી.

છેલ્લા કેટલાક મહિનામાં લોન્ચિંગમાં તેજીને કારણે દેશભરમાં લગભગ 94% મકાન અંડર કંસ્ટ્રક્શન હતા. મોટા ભાગના શહેરોમાં વેચાયેલા વગરના મકાનોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બેંગ્લુરુમાં સૌથી વધુ 14% મિલકતો વેચાયા વગરની હતી. માત્ર હૈદરાબાદ, એમએમઆર તેમજ અમદાવાદમાં વેચાયેલા વગરના મકાનોની સંખ્યા વધી છે. MMR વેચાયેલા વગરના મકાનોની સંખ્યા મામલે 37 ટકા સાથે ટોચ પર રહ્યું હતું. ત્યારબાદ 13-13 ટકાના માર્કેટ શેર સાથે NCR અને પુણે બીજા સ્થાન પર છે.

દેશભરમાં મિલકતોની કિંમતમાં તેજી
ગત બે વર્ષની અનિશ્વિતતા બાદ 2022માં અપેક્ષા પ્રમાણે કિંમતોમાં વધારો થયો હતો. મોંઘવારી અને ઇનપુટ ખર્ચ વધવાને કારણે દેશભરમાં મકાનોની કિંમતમાં ઉછાળો નોંધાયો હતો. તેમ છતાં દેશના આઠ મોટા શહેરમાં રેસિડેન્શિલ માર્કેટમાં તેજીનું વલણ યથાવત્ છે. રમેશ નાયર, સીઇઓ (ઇન્ડિયા) અને એમડી, માર્કેટ ડેવલપમેંટ (એશિયા), કોલિયર્સ

અન્ય સમાચારો પણ છે...