તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • 764 Startups In Gujarat, But Account Pending In IIFL Wealth Hurun India Under 40 Rich List

સ્ટાર્ટઅપ્સ:ગુજરાતમાં 764 સ્ટાર્ટઅપ્સ, પરંતુ IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા અંડર-40 રિચ લિસ્ટમાં ખાતું ખોલાવવાનું બાકી

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
ટોપ-10 ઉદ્યોગસાહસિકોની યાદી.
  • ગુજરાતમાં નહીં નોંધાયેલા સ્ટાર્ટઅપ્સની સંખ્યા આશરે 4000ની હોવાનો અંદાજ, કોવિડ બાદ સંખ્યામાં વધારો થયો
  • એન્જિનિયરિંગ, FMCG, હોસ્પિટાલિટી, રિટેલ, ફૂડ, જ્વેલરી, ઓટો- કોમ્પોનન્ટ સેક્ટરમાં પ્રભુત્વ

વિશ્વના ટોચના 100 ધનાઢ્યમાં ગુજરાતીઓનો દબદબો રહ્યો છે પરંતુ અન્ડર 40 રીચ લિસ્ટમાં ગુજરાતી યુવાનોએ ખાતુ ખોલાવવાનું બાકી છે. સ્ટાર્ટઅપને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક આકર્ષક પગલા લેવાયા છે. રાજ્ય સરકારે પણ પ્રયાસો શરૂ કર્યા છે.

ગુજરાતમાં રજીસ્ટર્ડ 764 સ્ટાર્ટઅપ છે. જ્યારે અનરજિસ્ટર્ડ સ્ટાર્ટઅપની વાત કરીએ તો ગુજરાતમાં 4000થી વધુ સક્રિય છે. એન્જિનિયરિંગ, એફએમસીજી, હોસ્પિટાલિટી, રિટેલ, ફુડ-જ્વેલરી, ઓટો મોબાઇલ, કોમ્પોનન્ટ જેવા સેગમેન્ટમાં સ્ટાર્ટઅપ ગુજરાતમાં કામ કરી રહ્યાં છે.

IIFL વેલ્થ અને હુરૂન ઇન્ડિયાએ અન્ડર 40 અને સેલ્ફ મેડ રિચ લિસ્ટ 2020 રજૂ કર્યું તેમાં દર્શાવ્યું છે. સેલ્ફમેડ ઉદ્યોગ સાહસિકોની રેન્કિંગ છે જેમાં 1000 કરોડની સંપત્તિનો ઉલ્લેખ કરાયો છે. જેમાં ચાલીસ વર્ષથી ઓછી વયની ભારતના ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વિશ્વમાં ભારત બિઝનેસમાં સૌથી વધુ ઉભરતા ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.

વિશ્વના અન્ડર 40 ધનાઢ્યોની યાદીમાં ભારતના ટોપ-10માંથી 9 ઉદ્યોગસાહસિકો છે જેમાં સૌથી વધુ બેંગલુરૂના સાત ઉદ્યોગસાહસિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બિઝનેસ કે વેપાર અર્થે વિશ્વભરમાં ગુજરાતીઓએ પગપેસારો કર્યો છે. પહેલા સ્થાને બેંગલુરૂના નીતીન અને નિખિલ કામથ ઝરોધા ગ્રુપના છે જેની નેટવર્થ રૂ. 24000 કરોડ રૂપિયા છે. ત્યાર બાદ દુબઇની મિડિયા નેટના ઉદ્યોગપતિ દિવ્યાંક તુરખીયા 14000 કરોડની તેમજ બેંગ્લુરૂના ઉડાનના અમોદ માલવિયા, સુજિત કુમાર, વૈભવ ગુપ્તાનો સમાવેશ થાય છે.

મોટા ભાગના ઉદ્યોગ સાહસિક કેટલાક સંપૂર્ણ અથવા અંશત તેમના મૂળ ધંધામાંથી બહાર નીકળી ગયા છે અને રોકાણ ભંડોળ ઉભું કરી રહ્યા છે તેમજ અન્ય યુવા ઉદ્યોગસાહસિકને ટેકો આપી રહ્યા હોવાનું હુરૂન ઇન્ડિયાના એમડી અનાસ રહેમાન જણાવ્યું હતું. IIFL વેલ્થ હુરન ઇન્ડિયા 40 અને અંડર સેલ્ફ-મેડ રિચ લિસ્ટ 2020 પાસે 17 ભારતીય ઉદ્યમીઓ છે જે 40 વર્ષથી ઓછી વયના છે, જેમણે મળીને 45,000 કરોડ રૂપિયાની સંપત્તિ ઉમેરી છે. આ તમામ યુવા નેતાઓ સ્વ-નિર્મિત છે અને તેમાંના મોટાભાગના ડિજિટલ સેક્ટરમાં આગળ વધી રહ્યાં છે.

અન્ડર-40 વેલ્થમાં 12માંથી 11 સ્ટાર્ટઅપ
આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2020 માં દર્શાવવામાં આવેલા તમામ ઉદ્યોગસાહસિકો જે 40 વર્ષથી નીચેના છે જેમાં 12 સ્ટાર્ટઅપ્સમાંથી 11 છે, અથવા યુનિકોર્નના છે જેને સ્ટાર્ટઅપ્સ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. જેઓની વેલ્થ 1 અબજ ડોલરથી વધુની છે. બેંગલુરૂના નિતિન અને નિખિલ કામથ કે જેઓ ઝરોધા ગ્રુપના છે તેઓએ ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મને ડેવલપ કરી દેશનો સૌથી મોટો સ્ટોક બ્રોકર તરીકે ખ્યાતનામ છે. આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા 40 અને અંડર સેલ્ફ મેડ રિચ લિસ્ટમાં ફક્ત સ્વયં નિર્મિત મહિલાઓમાં મુંબઇના દેવિતા સરાફ, રૂ. 1,200 કરોડની સંપત્તિ સાથે 16 મા ક્રમે છે. દેશમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે પણ પ્રોત્સાહક પગલા લેવાઇ રહ્યાં છે જેના કારણે અનેક સંસ્થાઓમાં મહિલાઓ ઉદ્યોગ શરૂ કરી રહી છે.

દેશમાં 15000થી વધુ સ્ટાર્ટઅપ સક્રિય
દેશમાં અંદાજે રજિસ્ટર્ડ 15000 જેટલા સ્ટાર્ટઅપ છે વિશ્વમાં ભારત સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે અનુકૂળ માહોલના બાબતે ત્રીજો સૌથી મોટો દેશ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો