• Gujarati News
  • Business
  • 76% Of Women Are Running Their Father's And 24% Of Their Husband's Business, Even Big Businessmen Are Relying On Daughters.

ફેમિલી બિઝનેસમાં આગળ વધે છે દીકરીઓ:76% મહિલાઓ પિતા અને 24% પતિનો બિઝનેસ સંભાળી રહી છે, મોટાં ઉદ્યોગગૃહો પણ દીકરીઓ પર ભરોસો રાખે છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમને લાગતું હોય કે ફેમિલી બિઝનેસ ચલાવવા માટે દીકરો જરૂરી છે, તો આ જરૂર વાંચો. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બર્નાર્ડ અરનોલ્ટે આશરે 72.4 હજાર કરોડ રૂપિયાના વેલ્યુવાળા લક્ઝરી સામાનોના બીજી સૌથી મોટી ડાયર બ્રાન્ડની જવાબદારી પોતાની દીકરી ડેલ્ફિનને સોંપવાની ઘોષણા કરી છે. તેઓ 1 ફેબ્રુઆરી નવું પદ ગ્રહણ કરશે. બર્નાર્ડે કહ્યું- ડેલ્ફિને લુઇ વુઇટનના કાર્યકારી ઉપાધ્યક્ષ રહેતા વેયાણના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા.

દેશમાં પણ કેટલાય મોટા ઉદ્યોગગૃહો દીકરીઓને કારોબારની જવાબદારી સોંપી રહ્યા છે. નોએલ ટાટાની દીકરી લેહ 2002થી તાજ ગ્રુપ ઓફ હોટલ્સનું કામકાજ સંભાળી રહી છે. આશરે 18 વર્ષનો સ્ટડી કહે છે કે દેશમાં 24% ફેમિલી બિઝનેસ મહિલાઓ ચલાવી રહી છે. એમાંથી 76% પિતાનો અને 24% પતિનો કારોબાર સંભાળે છે.

ઇશા અંબાણીઃ રિલાયન્સ જિયોને ‘સૌથી મોટી બ્રાન્ડ’બનાવી
ઇશા અંબાણીએ 2014માં રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલ જોઇન કર્યું. જિયો 42.13 કરોડ સબ્સક્રાઇબરની સાથે દેશનું સૌથી મોટું મોબાઇલ નેટવર્ક બન્યું. રિલાયન્સ રિટેલ દુનિયાનું બીજું સૌથી ઝડપી વધતું રિટેલર.

નિસાબા ગોદરેજઃ 7 વર્ષમાં વાર્ષિક લાભ 18% પહોંચ્યો
મે 2017માં પિતા આદિ ગોદરેજે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યાં. ત્યારથી ગોદરેજ કન્ઝ્યુમર લિમિટેડ વાર્ષિક 18% ચોખ્ખો નફો કમાઇ રહી છે. 2015-16માં એ 8,305 કરોડ હતો, જે 2021-22માં 17,831 કોડ થઇ ગયો.

રોશની નાડરઃ 2 વર્ષમાં ચોખ્ખો નફો 1 હજાર કરોડ વધ્યો
જુલાઇ 20માં પિતા શિવ નાડરની જગાએ એચસીએલની ચેરપર્સન બની. માર્ચ 2020માં કંપનીનો ચોખ્ખો નફો 8,969 કરોડ રૂપિયા હતો, જેને કોરોના બાદ પણ માર્ચ 22 સુધી 10874 કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યો.

વિનીતા ગુપ્તાઃ અધિગ્રહણથી ટર્નઓવર વધારવામાં ભૂમિકા
સપ્ટેમ્બર 13માં પિતા બંધુએ દેશની ત્રીજી સૌથી મોટી ફાર્મા કંપની લ્યિૂપનનો દોરીસંચાર સોંપ્યો. તેમણે કેટલાંય અધિગ્રહણ કર્યાં. પરિણામ એ આવ્યું કે કંપનીના ટર્નઓવરમાં આ નવી કંપનીઓની આશરે 40% સુધી ભાગીદારી છે.

ફોર્બ્સની સૂચિઃ 50થી વધુ ઉંમરની ટોપ-50 બિઝનેસ વુમનમાં 6 ભારતીય
ફોર્બ્સે એશિયા-પેસિફિકની ટોપ-50 વુમનની સૂચિ જાહેર કરી, જેમની ઉંમર 50થી વધુ છે અને તેમણે નવી પેઢીને રાહ બતાવી...

  • સંઘમિત્રા બંધોપાધ્યાયઃ ધંધાથી કોમ્પ્યુટર સાયન્ટિસ છે. 2015માં ભારતીય આંકડાકીય સંસ્થાનની પહેલી મહિલા ડાયરેક્ટર બની. 2022માં પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવી હતી.
  • માધવી પુરી બુચઃ માર્ચ 2022માં બજાર નિયામક સેબીની પહેલી મહિલા અધ્યક્ષ પસંદ થઇ ગઇ. સરકારથી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર ઇનસાઇડ ટેડ્રિંગ બંધ કરવા કહ્યું છે.
  • ઝરીન દારૂવાલાઃ 2016માં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક ઇન્ડિયાની સીઇઓ બની, 2019 સુધી બેન્કને ખોટમાંથી બહાર કાઢી.

આ યાદીમાં ફેશન હાઉસની સંસ્થાપક અનીતા ડોગરે, સેલની ચેરપર્સન સોમા મંડલ અને 2022માં બુકર પ્રાઇઝ જીતનારી ગીતાંજલિશ્રીનું નામ સામેલ છે.

આ પણ દીકરીઓ... જેમને પિતાના કારોબારમાં રુચિ નથી
આશરે 7 હજાર કરોડ રૂપિયાની વેલ્યુવાળી દેશની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની બિસ્લેરીના માલિક રમેશ ચૌહાણની દીકરી જયંતીએ આ કોરાબારને આગળ વધારવાની ના કહી દીધી. તે છેલ્લાં 13 વર્ષથી પિતાનો કારોબાર સંભાળતી હતી. છેવટે બિસ્લેરી માટે ટાટા કન્ઝ્યુમર્સ સાથે ડીલ કરવામાં આવી. તો બિઝનેસ ટાયકૂન કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યાએ પોતાની માઇક્રોફાઇનાન્સ કંપની ‘સ્વતંત્ર’ શરૂ કરી.

અન્ય સમાચારો પણ છે...