• Gujarati News
  • Business
  • 74% Less Than The Box Office Collection 2020, But Dec. Till The Hope Of Earning From Big Movies Alive

યર ઓફ ઓટીટી:બોક્સ ઓફિસ કલેક્શન 2020થી પણ 74% ઓછું, પરંતુ ડિસે. સુધી મોટી ફિલ્મોથી કમાણીની આશા જીવંત

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2021માં અત્યાર સુધી તમામ બિગ સ્ટારર ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ

કોરોનાના પ્રતિબંધો લગભગ ખતમ થયા પછી બોલિવૂડની બોક્સ ઓફિસ કમાણીની આશા જીવંત થઈ છે. દિવાળીએ રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ‘સૂર્યવંશી’ની આશરે રૂ. 200 કરોડની કમાણીને ફિલ્મ જગતે સારી બોણી માની છે. આમ છતાં, બોક્સ ઓફિસ કલેક્શનમાં હજુ તે 2020થી 74% પાછળ છે.

હકીકતમાં 2020માં કડક લોકડાઉન છતાં સૌથી વધુ કમાણી કરતી ટોપ-10 ફિલ્મો જાન્યુઆરીથી માર્ચની શરૂઆત વચ્ચે રિલીઝ થઈ હતી. આ કારણસર 2020માં બોલિવૂડનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 780 કરોડથી વધુ રહ્યું, જ્યારે અત્યાર સુધી 2021નું બોક્સ ઓફિસ કલેક્શન માંડ રૂ. 203 કરોડ જ છે. ઈતિહાસ જોઈએ તો બોલિવૂડનું આ છેલ્લાં સાત વર્ષનું સૌથી ઓછું કલેક્શન છે.

2020માં પ્રતિબંધો પહેલાં રૂ. 700 કરોડની કમાણી
વર્ષ 2020માં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે અજય દેવગનની ‘તાન્હાજી’, ટાઈગર શ્રોફની ‘બાગી-3’ અને દીપિકા પાદુકોણની ‘છપાક’ સહિત દસથી વધુ મોટી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મોનું કુલ કલેક્શન રૂ. 700 કરોડથી વધુ હતું.

2021માં ઓટીટી આગળ: 2021માં અમિતાભ બચ્ચનની ‘ચહેરે’, અક્ષયકુમારની ‘બેલબોટમ’, સલમાનની ‘રાધે- યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’, અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’, વિદ્યા બાલનની ‘શેરની’, ફરહાન અખ્તરની ‘તુફાન’ અને વિકી કૌશલની ‘સરદાર ઉધમસિંહ’ સહિત અનેક ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ. ત્યાર પછી મોટા પડદે રિલીઝ થયેલી બિગ બજેટ ફિલ્મ ‘સૂર્યવંશી’ જ છે.

અન્ય સમાચારો પણ છે...