આર્થિક ગતિવિધિઓ વેગવાન બનતાં ચાલુ નાણાકીય વર્ષમાં 72 ટકા ભારતીય કંપનીઓ નવી ભરતી કરવાની યોજના ધરાવે છે. જિનિઅસ કન્સલ્ટન્ટ્સના રિપોર્ટ અનુસાર, 72 ટકા કંપનીઓએ નવા પદ માટે ભરતી કરશે. જ્યારે 18 ટકાએ રિપ્લેસમેન્ટ હાયરિંગ કરવાનો સંકેત આપ્યો છે. કંપનીઓ તેમના વર્કફોર્સની મજબૂતાઈ વધારવા માટે રિવ્યૂ સર્વે હાથ ધર્યો છે. જેમાં કર્મચારીઓના લાભ માટે અનેક પગલાં લેવામાં આવશે.
40 ટકા કંપનીઓ તેમની ટીમમાં 10થી 15 ટકાનો વધારો કરવા માગે છે. જ્યારે 30 ટકા કંપનીઓ ટીમમાં 10 ટકા નવા કર્મચારીઓની ભરતી કરવા માગે છે. 15 ટકા કંપનીઓ પોતાના ઓર્ગેનાઈજેશનના કર્મચારીઓની ક્ષમતામાં 10 ટકાથી વધુ વધારો કરવાની યોજના ધરાવે છે. બીજી બાજુ માત્ર 20 ટકા કોર્પોરેટ્સ નવી ભરતી કરવાની કોઈ યોજના ધરાવતી નથી.
એકંદરે બિઝનેસ આઉટલુક સુધર્યો છે. કંપનીઓ એડવાન્સ બનવા સ્કીલ પર ભાર મૂકી રહી છે. ભલે અત્યારે સ્લોડાઉનની સ્થિતી હોય પરંતુ આગામી ટુંકાગાળામાં કંપનીઓની સ્થિતીમાં સુધારો આવશે અને સ્કિલ કર્મચારીઓની જરૂરીયાત સર્જાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.