સકારાત્મક ચિત્ર:દેશમાં દર 10માંથી 7 કંપનીઓ એપ્રેન્ટિસની ભરતી કરવા માટે ઉત્સુક

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં એપ્રેન્ટિસશિપ માટે શ્રેષ્ઠ આઉટલુક

દેશમાં રોજગારીને લઇને સકારાત્મક ચિત્ર જોવા મળી રહ્યું છે. દર 10માંથી 7 કંપનીઓ જુલાઇ-ડિસેમ્બરના છ મહિનાના સમયગાળામાં એપ્રેન્ટિસની ભરતી કરવાની યોજના ધરાવે છે.

ટીમ લીઝ ડિગ્રી એપ્રેન્ટિસશીપના નેટ એપ્રેન્ટિસશિપ આઉટલુક અનુસાર વર્ષના પહેલા છ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી જૂનની વચ્ચે 45% કંપનીઓ એપ્રેન્ટિસની ભરતી માટે યોજના ધરાવતી હતી.

ગત વર્ષના બીજા છ મહિના કરતા ટ્રેન્ડ 38 ટકા વધુ છે. ટીમ લીઝના સરવેમાં સામેલ 24માંથી 12ના એપ્રેન્ટિસની ભરત માટેના આઉટલુકમાં 10%થી વધુ વધારો થયો.

રોકાણ પર મજબૂત રિટર્નથી એપ્રેન્ટિશિપ ટ્રેન્ડ વધ્યો
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં એપ્રેન્ટિસશિપ તેજીથી વધી રહી છે. બિઝનેસને રોકાણમાં મજબૂત રિટર્ન મળી રહ્યું હોવાથી આવું શક્ય બન્યું છે. પરિણામે વધુમાં વધુ કંપનીઓ ટેલેન્ટના પ્રમુખ સ્ત્રોત કરીતે એપ્રેન્ટિસ પર ભરોસો દર્શાવી રહી છે. નવી શિક્ષણ નીતિનું પણ તેમાં મહત્વપૂર્ણ યોગદાન છે. આગળ જતા ટ્રેન્ડ જળવાઇ રહે તે જરૂરી છે. > સુમિત કુમાર, CBO, ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટિસશિપ

અન્ય સમાચારો પણ છે...