તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અદાણીની ગતિમાં લોઅર સર્કિટ:ચાર દિવસમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 66672 કરોડનું ગાબડું

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અદાણી જૂથની 6 લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં ગુરુવાર સતત ચોથો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ ખાતે જૂથની ત્રણ કંપનીઓ અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેર્સમાં ચોથા દિવસે પણ લોઅર સર્કિટ વાગી હતી. આ ચાર દિવસમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 900 કરોડ ડોલર (આશરે રૂ. 66672 કરોડ)નો ઘટાડો થવા સાથે સંપત્તિ 6760 કરોડ ડોલર (રૂ.500,780.80 કરોડ) થઇ ગઇ છે. આ જાણકારી બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં સામે આવી છે.

વિતેલા સપ્તાહ સુધી ગૌતમ અદાણીની સંપત્તિ વધતી રહેવા સાથે એશિયાના સૌથી મોટા અમીર મુકેશ અંબાણીની સંપત્તિની ખાસ્સી નજીક પહોંચી ગઇ હતી. જોકે, મુકેશ અંબાણી 8450 કરોડ ડોલર (આશરે 6.26 લાખ કરોડ)ની સંપત્તિ સાથે દુનિયાના 13માં સૌથી અમીર વ્યક્તી છે. સોમવારે એક મિડિયા રિપોર્ટ આવ્યા બાદ સતત ઘટાડાની ચાલ શરૂ થઇ છે.

3 કંપનીઓમાં ચોથા દિવસે પણ લોઅર સર્કિટ
અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓમાં ગુરુવારે સતત ચોથા દિવસે પણ લોઅર સર્કિટ વાગી હતી. પાવર 4.99 ટકાના કડાકા સાથ 120 .90ની સપાટીએ બંધ રહ્યો હતો. તેજ રીતે અદાણી ટ્રાન્સમિશન પાંચ ટકા લોઅર સર્કિટ સાથે તૂટી રૂ. 1300.90, ટોટલ ગેસ પાંચ ટકા સર્કિટ સાથે રૂ. 1324.30ની સપાટીએ બંધ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...