શેરમાર્કેટમાં રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યા અઢી વર્ષમાં અઢી ગણી વધીને 10 કરોડ પર પહોંચી ચૂકી છે. પરંતુ 24-45 વર્ષના 65% રોકાણકારો શેરમાર્કેટ મારફતે થતી વાસ્તવમાં કમાણી અંગે અજાણ છે. 67% રોકાણકારો રિટર્નના મામલે બેન્ચમાર્ક નિફ્ટીને માત આપવામાં નિષ્ફળ નિવડ્યા છે.
રિસર્ચ કંપની નીલસનના એક રિપોર્ટ અનુસાર, માત્ર કેટલાક ભારતીય રોકાણકારો જ જાણે છે કે તેઓને રિટર્નને મામલે નિફ્ટી અથવા સેન્સેક્સને માત આપવાની જરૂર હોય છે. અડધાથી વધુ રોકાણકારો વધુ રિટર્ન માટે શું કરી શકાય તેનું જ્ઞાન પણ ધરાવતા નથી. બ્રોકરેજ કંપની સેમકો સિક્યોરિટીઝે નીલસન માટે આ સરવે કર્યો છે. આ સરવેમાં 24-45 વર્ષની ઉંમરના 2,000 રોકાણકારોને આવરી લેવાયા હતા.
રોકાણકારો એફડીના રિટર્ન પર નજર રાખે છે. પરંતુ જો તમે વધુ જોખમ ઉઠાવીને શેરમાર્કેટમાં રોકાણ કરો છો તો તમને તેનાથી વધુ કમાણી પણ થવી જોઇએ. અમારું માનવું છે કે રોકાણકારોને બેન્ચમાર્ક ઇન્ડેક્સ મારફતે ઓછામાં ઓછું 5%થી વધુ રિટર્ન મળે તેવો પ્રયાસ કરવો જોઇએ તેવું સેમકો સિક્યોરિટીઝના સ્થાપક જિમિત મોદીએ જણાવ્યું હતું. ફેબ્રુઆરીના અંતમાં મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમ્સમાં સરેરાશ રોકડ હોલ્ડિંગ વધીને 6.2% થઈ ગયું છે. ફંડ હાઉસની ઇક્વિટી સ્કીમ્સમાં સરેરાશ કેશ હોલ્ડિંગ 3.2% હતી.
મ્યુ.ફંડ કલેક્શન 10 હજાર કરોડને પાર
સપ્ટેમ્બર 2021થી SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડનું કલેક્શન 10 હજાર કરોડથી વધુ રહ્યું છે. જ્યારે ફેબ્રુઆરી 2023માં આ આંકડો વધીને 13686 કરોડ થયો હતો. ઇક્વિટી માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ સતત બે વર્ષથી રૂ.1.5 લાખ કરોડથી ઉપર રહ્યું છે.આ રેકોર્ડ રોકાણ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડ પાસે ઘણી રોકડ છે. ફંડ હાઉસની ઇક્વિટી સ્કીમ્સમાં સરેરાશ કેશ હોલ્ડિંગ 3.2% હતી. ફેબ્રુઆરી 2023માં તે લગભગ બમણું થઈને 6.2% થઈ ગયું છે. દેશમાં રોકાણકારોમાં સ્ટોક માર્કેટ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ વધ્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણકારોને સારુ ંરિટર્ન મળી રહ્યું છે.
વાયદામાં નુકસાન
અગાઉ માર્કેટ નિયામક સેબીએ વાયદા સેગમેન્ટ પર એક સરવે હાથ ધર્યો હતો. તે અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં 89% એટલે કે દર 10માંથી 9 રોકાણકારોને સરેરાશ 1.1 લાખ રૂપિયાનું નુકસાન સહન કરવાની નોબત આવી હતી.
આ કારણોથી ઓછું રિટર્ન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.