WGCનો રિપોર:ગોલ્ડ જ્વેલરીમાં 60% હિસ્સો બંગડી, ચેઇનનો, વજનમાં નેકલેસ સૌથી ભારે

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવવધૂ માટે 55% સોનાના દાગીનાની ખરીદી થઈ

ભાસ્કર ન્યૂઝ | નવી દિલ્હી દેશમાં દર વર્ષે અંદાજે 1.3 કરોડ લગ્ન યોજાય છે. આ જ કારણ છે કે સોનાની કુલ ખરીદીમાંથી 50-55% ખરીદી નવવધૂઓ માટે થાય છે. 35-40% હિસ્સો દૈનિક પહેરાતાં ઘરેણાંનો છે, જ્યારે ફેશન જ્વેલરીનું વેચાણ માત્ર 5-10% જ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે. તે અનુસાર, ઘરેણાંના વેચાણમાં સૌથી વધુ 60% હિસ્સો બંગડીઓ તેમજ ચેનનો છે.

આ યાદીમાં નેકલેસ ભલે 15-20% સાથે પાછળ હોય, પરંતુ વજનના મામલે સૌથી આગળ છે. બંગડીઓ અને ચેનનું વજન મહત્તમ 10 થી 15 ગ્રામ રહે છે, જ્યારે મોટા ભાગના નેકલેસનું વજન 30 થી 60 ગ્રામ રહે છે.

ઉત્તરના લોકોથી બમણું સોનું દક્ષિણના લોકો પાસે

  • દક્ષિણના પ્રમુખ કેન્દ્રમાં ચેન્નાઇ, હૈદરાબાદ, પશ્ચિમમાં મુંબઇ-અમદાવાદ, ઉત્તરમાં દિલ્હી-જયપુર, પૂર્વમાં કોલકાતા છે.
  • સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં સૌથી વધુ સોનું વેચાય છે. કારણ છે - લગ્ન તેમજ તહેવારોની ઉજવણી છે.
  • 80-85% સુધી માર્કેટ શેર 22 કેરેટ વાળા પ્લેન ગોલ્ડનો છે.
  • વાર્ષિક 2-10 લાખ રૂ.ની વાર્ષિક આવક ધરાવતા લોકો સૌથી વધુ 51% સોનું ખરીદે છે.
અન્ય સમાચારો પણ છે...