• Gujarati News
  • Business
  • 60 Crore Smartphone Users In The Country, In Which The Share Of 5G Users Is More Than 8%

ભાસ્કર વિશેષ:દેશમાં 60 કરોડ સ્માર્ટફોન યુઝર્સ, જેમાં 5જી યુઝર્સનો હિસ્સો 8%થી પણ વધારે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માગ વધતા જૂનમાં વેચાયેલા સ્માર્ટફોનમાં 30% 5-જી ફોન

દેશમાં એક તરફ 5જી સ્પેક્ટ્રમની હરાજી થઇ રહી છે અને બીજી તરફ 5જી ઉપકરણોની માંગ સતત વધી રહી છે. સતત વધતી માંગને કારણે 5જી સ્માર્ટફોનના યુઝર્સની સંખ્યા 5 કરોડને પાર થઇ ચૂકી છે. જૂન ત્રિમાસિક દરમિયાન જેટલા સ્માર્ટફોનનું વેચાણ થયું તેમાં 5જી ફોનનો હિસ્સો વધીને 30% થયો છે, જે અત્યાર સુધી સર્વાધિક છે.

આ સાથે જ કુલ સ્માર્ટફોનમાં 5જી ફોનનો હિસ્સો 8%થી વધુ નોંધાયો છે. ડેટા એજન્સી કાઉન્ટરપોઇન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર, દુનિયાભરમાં ગત ત્રિમાસિક ગાળામાં સ્માર્ટફોનનું વેચાણ 9% ઘટ્યું છે. પરંતુ ભારતમાં તે વાર્ષિક સ્તરે 9% વધ્યું છે. જો કે માર્ચ ત્રિમાસિકની તુલનામાં તેમાં 5%નો ઘટાડો થયો છે. તેમ છતાં દેશમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 60 કરોડ થઇ ચૂકી છે. એટલે કે દેશની લગભગ 60% વસતી પાસે હવે સ્માર્ટફોન છે.

કાઉન્ટરપોઇન્ટના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ પ્રાચીર સિંહ અનુસાર, વાર્ષિક સ્તરે સ્માર્ટફોનના વેચાણમાં વધારા પાછળનું મુખ્ય કારણ ગત વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં લોકડાઉનને કારણે વેચાણમાં જોવા મળેલી મંદી છે. જ્યારે મે-જૂનમાં માંગ ઘટી છે જેને કારણે માર્કેટમાં 10 સપ્તાથી વધુ સમયનો સ્ટોક જમા થઇ ગયો છે જે સામાન્યથી બે ગણો છે. તહેવારની મોસમ પહેલા સ્ટોક ક્લિયર કરવા માટે બ્રાન્ડ ગ્રાહકોને લોભામણી ઓફર્સ પણ આપી રહી છે.

ભારતમાં એપલની આવક બમણી
દેશમાં જૂન ત્રિમાસિક ગાળામાં આઇફોન નિર્માતા કંપની એપલની આવક બમણી થઇ છે. એપલના સીઇઓ ટિમ કુકે તેની જાણકારી આપતા કહ્યું કે, અમેરિકા, યુરોપ અને એશિયા પ્રશાંત ક્ષેત્ર સિવાય વિકસિત અને ઉભરતા માર્કેટમાં જૂન ત્રિમાસિક ગાળામાં સારા પરિણામ રહ્યા છે જેમાં બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં 10 અંકોમાં મજબૂત વૃદ્વિ નોંધાઇ છે જ્યારે ભારતમાં આવક લગભગ બમણી વધી છે. જૂન ત્રિમાસિકમાં એપલની કુલ આવક વાર્ષિક સ્તરે 2% વધીને 83 અબજ ડોલર (6.5 લાખ કરોડ રૂપિયા) રહી છે.

અન્ય સમાચારો પણ છે...