ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં અત્યારસુધીમાં 60 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. જે રૂ. 4 લાખ કરોડથી વધુ થવા જાય છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)નો જથ્થો દેશભરમાં ઉપલબ્ધ થાય તે માટે ટોરન્ટ ગેસે વિવિધ રાજ્યોમાં 42 CNG સ્ટેશન સ્થાપ્યા છે.
તમામ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન્સનું દિલ્હીથી વિડિયો કોન્ફરન્સ દ્રારા અનાવરણ કરતાં કેન્દ્રીય પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં 14, મહારાષ્ટ્રમાં 8 અને ગુજરાતમાં 6 સ્ટેશન સ્થાપવા ઉપરાંત ચાર પંજાબમાં અને તેલંગણા તેમજ રાજસ્થાનમાં એક એક સ્ટેશન સ્થાપવામાં આવ્યા છે. આ 42 સીએનજી સ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવાની સાથે ટોરેન્ટ ગેસે 100 સીએનજી સ્ટેશનો કાર્યરત કર્યા છે. 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 32 જિલ્લાઓમાં નેટવર્ક શરૂ કરાશે.
ટોરન્ટ સીજીડી માળખા માટે 8000 કરોડ રોકશે
ટોરેન્ટ ગેસ આગામી 5 વર્ષમાં દેશમાં સીજીડી માળખું ઊભું કરવા રૂ. 8,000 કરોડનું કુલ રોકાણ કરશે. જેમાંથી રૂ. 1,050નું રોકાણ થઈ ગયું છે. કોવિડ-19 રોગચાળાથી ઊભા થયેલા નિયંત્રણો વચ્ચે પણ ટોરેન્ટ ગેસ પ્રમાણમાં ટૂંકા ગાળામાં 100 સીએનજી સ્ટેશન સ્થાપિત કરવા સક્ષમ છે. જિનલ મહેતાએ જણાવ્યું કે, અત્યારે અમે માર્ચ, 2021 સુધી 200 સીએનજી સ્ટેશનો સ્થાપિત કરવાના અને માર્ચ, 2023 સુધીમાં 500 સીએનજી સ્ટેશનો સ્થાપિત કરવાનાં નજીકના લક્ષ્યાંકને પાર પાડવા કામ કરી રહ્યાં છીએ. દેશમાં આગામી 4થી 5 વર્ષમાં સીએનજી સ્ટેશનની હાલની સંખ્યા અંદાજે 3,000થી વધારીને 10,000 કરવાનું લક્ષ્યાંક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.