ક્રિપ્ટોનું કમઠાણ:ક્રિપ્ટોમાં $54 હજાર કરોડ ધોવાયા, બિટકોઈન -22%

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે ચાલુ કેલેન્ડર વર્ષ અપશુકનિયાળ સાબિત થઈ રહ્યુ છે. છેલ્લા ચાર માસમાં ક્રિપ્ટો માર્કેટની વેલ્યૂ 54 હજાર કરોડ ડોલર ઘટી છે. 1 જાન્યુઆરીએ 2.19 લાખ કરોડ ડોલરથી 24.65 ટકા ઘટી હાલ 1.65 લાખ કરોડ ડોલર થઈ છે. ટોચની ક્રિપ્ટો બિટકોઈન 22.12 ટકા ઘટ્યો છે. 1 જાન્યુઆરીએ 46 હજાર ડોલરની સપાટીથી તૂટી 36 હજાર ડોલર પર ટ્રેડેડ છે.

બિટકોઈન તેની ઓલટાઈમ હાઈ 68789.63 ડોલર (10 નવે.-21)થી છ માસમાં 47.56 ટકા ધોવાયો છે. ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઈનનો હિસ્સો 41.56 ટકા હોવાથી માર્કેટની વધ-ઘટ પર અસર કરે છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતા, જિયો-પોલિટિકલ ક્રાઈસિસના લીધે કોમોડિટી, ક્રૂડ સહિત પારંપારિક ઈન્સ્ટ્રુમેન્ટમાં તેજી નોંધાતાં ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ ડાયવર્ટ થયા છે. કેન્દ્ર સરકારે લાગૂ કરેલા ક્રિપ્ટો પર 30 ટકા ટેક્સ 1 એપ્રિલથી અમલી બન્યો છે.

ટેક્સની અસ્પષ્ટ નીતિ અને અપૂરતી જાગૃત્તિના લીધે ભારતીય રોકાણકારો અસમંજસમાં છે. ક્રિપ્ટોમાં ટ્રેડિંગ મામલે ભારતીય ઈન્વેસ્ટર્સનો હિસ્સો નોંધનીય છે.

દર 4 વર્ષે બિટકોઈન જેવી ક્રિપ્ટોમાં ઉછાળો
2021માં તેજી પાછળનું કારણ બિટકોઈન હાલ્વિંગ હતું. માઈનર્સ દર ચાર વર્ષે સર્ક્યુલેશનમાં ઉપસ્થિત અડધા બિટકોઈનને બ્લોક કરી નવા બિટકોઈન સર્ક્યુલેશનમાં લાવે છે. જેના કારણે બિટકોઈનમાં ઘટાડા બાદ મોટી તેજી જોવા મળે છે. ઈથેરિયમ સહિત બિટકોઈન અને ઈથેરિયમ બ્લોકચેઈન આધારિત ક્રિપ્ટોમાં દર ચાર વર્ષે મોટો ઉછાળો મળે છે. > વિક્રમ સુબ્બુરાજ, જિયોટસ ક્રિપ્ટો એક્સચેન્જ

અન્ય સમાચારો પણ છે...