તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બીજી લહેરથી 5000 કરોડનો સ્ટોક અટવાયો ઓગસ્ટ સુધી માગ 70% જ નીકળવાની આશા

લુધિયાણા25 દિવસ પહેલાલેખક: વૈવસ્વત વેંકટ
  • કૉપી લિંક
  • આંશિક અનલોક બાદ દેશના સૌથી મોટા હોઝિયરી હબ લુધિયાણાની સ્થિતિ

એપ્રિલ-મેના માસમાં મોટાભાગના રાજ્યોમાં અસ્થાયી લોકડાઉના લીધે લુધિયાણાના હોઝિયરી વેપારીઓને મોટાપાયે નુકસાન પહોંચ્યુ છે. વાર્ષિક આશરે 28 હજાર કરોડનુ વેપાર કરનારી આ ઈન્ડસ્ટ્રીને રૂ. 5 હજાર કરોડનુ નુકસાન થયુ છે. તદુપરાંત શિયાળા માટે બનાવેલા ગાર્મેન્ટ્સનુ કામ બે માસથી અટવાયુ છે. તેમજ ઈન્ડસ્ટ્રીએ હવે ત્રીજી લહેરની ચિંતા વ્યક્ત કરી છે. લુધિયાણાના એપરલ ઈન્ડસ્ટ્રીમાં સામાન્ય રૂપે દરવર્ષે એપ્રિલથી વિન્ટર સિઝનના કપડાંનુ ઉત્પાદન શરૂ થયા બાદ જૂનમાં વેગવાન બને છે.

પરંતુ આ વખતે મોટાભાગના એપરલ યુનિટસમાં ઉત્પાદન પ્રિ-કોવિડના તુલનાએ અડધુ થયુ છે. ઓક્ટેવ એપરલ્સના ડિરેક્ટર બલબીર કુમારે જણાવ્યુ હતુ કે, મોટા એપરલ યુનિટ્સમાં ઉત્પાદન પુરજોશમાં છે. પરંતુ નાના યુનિટ્સની સંખ્યા વધુ છે. જેમાંથી મોટાભાગની મૂડીની અછત સામે ઝઝૂમી રહ્યા છે. આથી હાલ 25થી 50 ટકા ક્ષમતાથી વધુ ઉત્પાદન થઈ રહ્યુ છે.

લુધિયાના નીટવેર ઉદ્યોગનો મુખ્ય વ્યવસાય શિયાળાની સિઝનમાં થાય છે. દર વર્ષે લગભગ રૂ. 20 હજાર કરોડના માલ શિયાળામાં વેચાય છે. પરંતુ આ વર્ષે, ઠંડીમાં કોરોનાના ત્રીજી લહેરના ભયને કારણે આખું ઉદ્યોગ મૂંઝવણમાં છે. એવો ડર છે કે જો ત્રીજી લહેર આવે, તો તેને બે વર્ષમાં ત્રીજી વખત નુકસાન વેઠવુ પડશે. પ્રથમ લહેરમાં તેમને લગભગ 2 હજાર કરોડનું નુકસાન થયું હતું. આ વખતે આશરે 5000 કરોડ રૂપિયાનો સ્ટોક અટવાયો છે. જો કે, જૂનથી શરૂ થયેલા અનલોકની સાથે આ સ્ટોક ધીમે ધીમે વેચાઈ રહ્યો છે. ઉદ્યોગના લોકોનું કહેવું છે કે ઓગસ્ટ સુધીમાં તે સ્પષ્ટ થઈ જશે કે આમાંથી કેટલો સ્ટોક નીકળી જશે અને હજી, ઉદ્યોગને 7૦ ટકા સ્ટોક ઓગસ્ટના અંત સુધીમાં ક્લિયર થવાનો આશાવાદ છે.

દેશની નિકાસો જૂનમાં 47.34 ટકા વધી 32.46 અબજ ડોલરે પહોંચી છે. વાણિજ્ય મંત્રાલય દ્રારા જારી આંકડાઓ અનુસાર, ગતવર્ષે જૂનમાં નિકાસો 22 અબજ ડોલર અને મે, 2021માં 32.27 અબજ ડોલરની કુલ નિકાસો જોવા મળી હતી. એપ્રિલમાં 31 અબજ ડોલર કુલ નિકાસ થઈ હતી. બીજી બાજુ કુલ આયાતો પ્રિ-કોવિડના સ્તરથી નજીવી વધી છે. મોટા એપરલ યુનિટ્સમાં ઉત્પાદન પુરજોશમાં છે. પરંતુ નાના યુનિટ્સની સંખ્યા વધુ છે. જેમાંથી મોટાભાગની મૂડીની અછત સામે ઝઝૂમી રહ્યા છે. હજુ એક માસ સુધી રાહત મળે તેમ નથી.

કોરોનાની ત્રીજી લહેર ઉદ્યોગોની નજરે
એપરલ ઈન્ડસ્ટ્રીની નજર કોરોના મહામારીની ત્રીજી લહેર પર છે. લુધિયાણાના નીટવેર અને એપેરલ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ સુદર્શન જૈનએ જણાવ્યુ છે, “જો ત્રીજી લહેર ન આવે અથવા બીજી લહેરની જેમ ઘાતક નહિં હોય તો થોડા મહિનામાં આ ઉદ્યોગ તેની સંપૂર્ણ શક્તિથી કામ કરતા જોવા મળશે. બીજી બાજુ, જો ત્રીજી લહેર બીજી લહેર કરતા વધુ ઘાતક સાબિત થાય છે, તો ઉદ્યોગને ખૂબ નુકસાન થશે. તેમજ રિકવરી થતાં વર્ષો લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...