દિવાળી-ધનતેરસ પહેલાં સસ્તું થયું સોનું-ચાંદી:50 હજારે સાનું, ચાંદી ગગડીને 56 હજારની નીચે આવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધનતેરસ અને દિવાળી પહેલાં સોની-ચાંદીની કિંમતો ગગડી છે. બુલિયન માર્કેટમાં આજે, એટલે કે બુધાવારે સોનાની કિંમતમાં મંદી જોવા મળી હતી. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઇટ અનુસાર, 19 ઓક્ટોબરે બુલિયન માર્કેટમાં સોનું 227 રૂપિયા મોંઘું થઇને 50,135 રૂપિયાએ પહોંચી ગયું છે.

કેરેટભાવ
2450,135
2349,934
2245,924
1837,601

ચાંદી ગગડી
જો ચાંદીની વાત કરીએ તો આમાં આજે મામૂલી ઉતાર જોવા મળ્યો છે. બુલિયન માર્કેટમાં ચાંદી 245 રૂપિયા સસ્તી થઇને 55,765 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ છે. જોકે પાછલા દિવસોમાં આની કિંમતોમાં શાનદાર તેજી જોવા મળી હતી.

સોનું ખરીદતા પહેલાં આ પાંચ વાતોનું ધ્યાન રાખો
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસોમાં સોનું ખરીદવું કે તેમાં ઇન્વેસ્ટ કરવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો આ પાંચ વાતોનું ધ્યાન રાખો.

1. સર્ટિફાઇડ ગોલ્ડ ખરીદો- હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. સાથે પ્યૂરિટી કોડ, ટેસ્ટિંગ સેન્ટર માર્ક, જ્વેલર માર્ક,અને માર્કિંગની તારીખ પણ જરૂર જુઓ.

2. કિંમત ક્રોસ ચેક કરી લો- સોનાનું સાચું વજન અને ખરીદેલા દિવસે તેની કિંમત કેટલાક સ્રોતો જેમ (ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ)ને ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.

3. કેશ પેમેન્ટ ના કરો- સોનું ખરીદતી વખતે કેશ પેમેન્ટ મોટી ભૂલ સાબિત થઇ શકે છે. UPI (જેમ કે ભીમ એપ) અને ડિજિટલ બેંકિગ દ્વારા પેમેન્ટ કરવું સારું રહેશે. તમે ઇચ્છો તો ડેબિટ કે ક્રેડિટ કાર્ડના માધ્યમથી પણ પેમેન્ટ કરી શકો છો. ત્યાર બાદ બિલ લેવાનું ના ભૂલતાં. જો ઓનલાઇન ઓર્ડર કર્યો હોય તો પેકેજિંગ જરૂર ચેક કરી લો.

4. વિશ્વાસપાત્ર જ્વેલર પાસેથી ખરીદો- ચીટિંગથી બચવા માટે સૌથી સારો ઉપાય છે કે હંમેશાં વિશ્વાસપાત્ર જ્વેલર પાસેથી ખરીદો. એવા જ્વેલર ટેક્સ જેવા વૈધાનિક અનિવાર્યતાનું યોગ્ય રીતે પાલન કરતા હોય છે. ભૂલ થવાથી તેને બ્રાન્ડ વેલ્યુ ઘટવાની ચિંતા રહે છે.

5. રિસેલિંગ પોલિસી જાણી લો- કેટલાક લોકો સોનાને રોકાણની જેમ જોઇ રહ્યો છે. એવામાં જરૂરી છે કે તમને સોનાની રિસેલ વેલ્યૂ વિશે સંપૂર્ણ જાણકારી હોય. સાથે જ સંબંધિત જ્વેલરની બાયબેક પોલિસી વિશે પણ સ્ટોર કર્મચારી સાથે વાતચીત કરી લો.

અન્ય સમાચારો પણ છે...