તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • 50% Of Indian Employees Will Be Able To Work With Artificial Intelligence In Next 6 10 Years

માઇક્રોસોફ્ટ રિપોર્ટ:50% ભારતીય કર્મચારીઓ આગામી 6-10 વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કામ કરવા સક્ષમ બનશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓના 93%થી વધુ વરિષ્ઠ અધિકારીઓને માને છે કે તેમની કંપની AIથી લાભ થાય છે
  • AI કંપનીઓના 98% કર્મચારીઓએ કહ્યું કે તેઓ AI તાલીમ અંગે ખૂબ જ ઉત્સાહિત છે

જે કંપનીઓએ તેમના કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અપનાવી છે અને તેમના કર્મચારીઓને AIની તાલીમ આપવાની શરૂઆત કરી છે તેઓને આ નવી ટેકનોલોજીનો સૌથી વધુ ફાયદો મળ્યો છે. ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટના નવા સર્વે રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર વરિષ્ઠ અધિકારીઓ પણ માને છે કે આગામી 6-10 વર્ષમાં દેશના 50% કર્મચારીઓ AI ટેકનોલોજી સાથે કામ કરતા થઇ જશે.

AI ટ્રેનિંગમાં ભારતીય કર્મચારીઓ મોખરે
રિપોર્ટ અનુસાર, ભારતમાં AIનો ઉપયોગ કરતી 98% કંપનીઓ સ્કિલ પર રોકાણ વધારી રહી છે. ઉપરાંત, ભારતીય કર્મચારીઓ AIની સ્કિલ શીખવામાં દુનિયાભરમાં સૌથી આગળ છે. ભારતમાં 85% કર્મચારીઓ AI શીખવા માંગે છે. જ્યારે સર્વેક્ષણ કરાયેલા તમામ 20 દેશો માટે આ રેશિયો 38% છે.

ભારતમાં AIની ટ્રેનિંગ લેવામાં ઉત્સાહ વધુ
ભારતમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરતી તમામ મોટી કંપનીઓએ કહ્યું હતું કે, તેઓ વધુને વધુ AIની તાલીમ આપી રહ્યા છે અથવા તેમના કર્મચારીઓને તાલીમ આપવા માંગે છે. આ કંપનીઓના 93%થી વધુ વરિષ્ઠ અધિકારીઓએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે તેમની કંપની AIથી લાભ મેળવી રહી છે. સર્વેમાં ભાગ લેનારી AI કંપનીઓના 98% કર્મચારીઓએ કહ્યું કે તેઓ AI તાલીમ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. માઇક્રોસોફ્ટના આ સર્વેમાં ભારત અને અન્ય 19 દેશોના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રની અનેક કંપનીઓના કર્મચારીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

AIનો લાભ લેવા માટે કર્મચારીઓને ટ્રેનિંગ આપવી જરૂરી
માઈક્રોસોફ્ટ ઇન્ડિયાના નેશનલ ટેકનોલોજી ઓફિસર રોહિણી શ્રીવત્સે કહ્યું કે, ઉદ્યોગોનું ખુબજ ઝડપી રીતે ડિજીટલ ટ્રાન્સફોર્મેશન થઇ રહ્યું છે અને તેના કેન્દ્રમાં AI છે. AI કંપનીઓને વધુ કાર્યક્ષમ, ઝડપી અને કોમ્પિટિટીવ બનાવામાં હમેશા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જોકે, AIનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે જયારે કર્મચારીઓને પણ તેની ટ્રેનિંગ આપવામાં આવે. આ ટ્રેનિંગમાં ટેકનોલોજીની સાથે સાથે સોફ્ટ સ્કિલ પણ ઉમેરવામાં આવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો