તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • 46% Of Indians Borrowed Money To Run A Home During The Corona Period, 1 Out Of 4 People Took A Loan From Friends To Meet Household Needs In A Lockdown

કોરોના ઇફેક્ટ:કોરોના કાળમાં 46% ભારતીયોએ ઘર ચલાવવા માટે દેવું કર્યું, લોકડાઉનમાં ઘરની જરૂરિયાતોને પહોંચી વળવા 4માંથી 1 વ્યક્તિએ મિત્રો પાસેથી લોન લીધી

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • , 2020માં 46 ટકા લોકોએ ઘરની જરૂરિયાતો માટે,27 ટકાએ ઇએમઆઈ ચૂકવવા અને 14 ટકાએ નોકરી ગુમાવવાને કારણે લોન લીધી
  • મુંબઈ-ભોપાલમાં 27%એ લોન લીધી, દિલ્હી 26% સાથે બીજા અને પટના 25% સાથે ત્રીજા સ્થાને

કોરોના કાળમાં દેશના 46 ટકા ભારતીયોએ ઘર ચલાવવા માટે લોનનો સહારો લીધો છે. હોમ ક્રેડિટ ઈન્ડિયા રિસર્ચ દ્રારા જારી રિપોર્ટ અનુસાર, લોકડાઉન દરમિયાન દર ચારમાંથી એક વ્યક્તિએ રોજિંદા જીવનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પોતાના મિત્ર કે સગાસંબંધી પાસેથી ઉધાર લીધા છે. 46 ટકા લોકોએ દેવુ લીધુ છે. જ્યારે 27 ટકા લોકો બાકી લોનના ઈએમઆઈ ચૂકવવા લોન લીધી છે. જેમાંથી 14 ટકા લોકોએ નોકરીઓ ગુમાવવાથી દેવાનો સહારો લીધો છે.

મુંબઈ અને ભોપાલમાંથી સૌથી વધુ 27 ટકા લોકોએ દેવુ લીધુ છે. જ્યારે દિલ્હીમાં આ રેશિયો 25 ટકા અને પટણામાં 25 ટકા રહ્યો છે. 2019માં 46 ટકા લોકોએ પરિવારની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે લોન લીધી હતી. જ્યારે 33 ટકા લોકોએ જીવન ધોરણમાં સુધારો કરવાના હેતુ સાથે લોન લીધી હતી. અર્થતંત્ર પર મહામારીની આકરી અસર જોવા મળી છે. રોજગારી ગુમાવવા સાથે પગાર ઘટાડાને પગલે નિમ્ન મધ્યમવર્ગના લોકો પર માઠી અસર જોવા મળી છે. જેના લીધે લોકો ગુજરાન ચલાવવા માટે લોન અને ઉધારી તરફ વળ્યા છે.

ઈન્ટરનેશનલ કન્ઝ્યુમર ફાઈનાન્સ પ્રોવાઈડરનુ સ્થાનિક યુનિટ હોમ ક્રેડિટ ઈન્ડિયાએ 7 શહેરોમાં રિસર્ચ કરી કોવિડ લોકડાઉન દરમિયાન લોકોની દેવાની પેટર્ન વિશે જાણકારી મેળવી હતી. જેમાં મોટાભાગના લોકો મિત્રો અને સગાસંબંધીઓ પાસેથી ઉધાર નાણાં લઈ રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. 50 ટકા લોકો આર્થિક સ્થિતિ સામાન્ય થવાની સાથે નાણા પરત કરવાની શરતે ઉધાર લઈ રહ્યા છે. 13 ટકા લોકો પોતાની લોનની ચૂકવણી બાદ ઉધાર નાણાં પરત આપશે.

કંપનીના ચીફ માર્કેટિંગ એન્ડ કસ્ટમર એક્સપિરિયન્સ ઓફિસર માર્કો કારવિકે જણાવ્યુ હતુ કે, દરવર્ષે રિસર્ચ યોજી ગ્રાહકોની પ્રાથમિકતાને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આ વખતે મહામારીએ લોકોને પાયમાલ કર્યા છે. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે, આ વખતે લોકો બેન્કો અને નાણાકીય સંસ્થાઓ કરતાં મિત્રો અને સગાસંબંધીઓ પાસેથી ઉધાર લેવાને પ્રાધાન્ય આપી રહ્યા છે. પરિવારના પુરુષ સભ્યોએ મિત્રો અથવા પરિવાર પાસેથી લોન લેવાનું નક્કી કર્યું છે. આ 23 ટકા કેસોમાં બન્યું છે. સર્વેમાં ભાગ લેનાર મહિલાઓ કોઈ લોન નહીં લેવાના અથવા નાણાકીય સંસ્થા પાસેથી લોન લેવાની તરફેણમાં હતી. તેમણે મિત્રો, પરિવાર પાસેથી લોન ન લેવા માટે પ્રાથમિકતા આપી હતી.

લોન લેવાના વિવિધ કારણો

વિગતટકાવારી
ઈએમઆઈ ચૂકવણી25 ટકા
ઘરની જરૂરિયાતો43 ટકા
બિઝનેસ વિસ્તરણ5 ટકા
બેરોજગારીના લીધે13 ટકા
મેડિકલ ઈમરજન્સી5 ટકા
ભાડુ ભરવા3 ટકા
અન્ય6 ટકા

2019માં લોન લેવાનું પ્રમાણ

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ43 ટકા
અંગત ખર્ચ26 ટકા
ટુ વ્હિલર્સ31 ટકા

અન્ય સમાચારો પણ છે...