ટેક-ઓફ:જૂન મહિનામાં 44 લાખ લોકોએ વિદેશ પ્રવાસ કર્યો આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પ્રિ-કોવિડના 79 ટકા રિકવર

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ટરનેશનલ ઉડ્ડયન સેવા પરથી પ્રતિબંધ દૂર થતાં જ બુકિંગમાં ઉછાળો

કોવિડને કારણે બે વર્ષથી સમસ્યાઓનો સામનો કરી રહેલ ઉડ્ડયન ઉદ્યોગ ઝડપથી રિકવરી કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી પરનો પ્રતિબંધ હટાવવાના ત્રણ મહિનાની અંદર, મુસાફરોની સંખ્યા પ્રી-કોવિડ સ્તરના 79% પર પહોંચી ગઈ છે. સ્થાનિક મુસાફરોની સંખ્યા પણ પ્રી-કોવિડના 91% જેટલી નોંધાયેલી છે. નિષ્ણાતોનું અનુમાન છે કે આ વર્ષે હવાઈ મુસાફરોની સંખ્યામાં સતત વધારો થશે.

માર્ચ 2020માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી, કેન્દ્ર સરકારે 27 માર્ચ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ પાછો ખેંચ્યો હતો. ત્યારપછી, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. જૂનમાં, 44 લાખ મુસાફરોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર મુસાફરી કરી હતી. જે મે (40.75 લાખ મુસાફરો) કરતાં 8 ટકા વધુ છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ઈકરા દ્વારા ગુરુવારે જારી કરાયેલા રિપોર્ટ અનુસાર, જૂનમાં ઘરેલુ મુસાફરોની સંખ્યા ઘટીને 2.11 કરોડ થઈ ગઈ છે. જેમાં પ્રી-કોવિડના 91% રિકવરી જોવા મળી છે.

બીજી બાજુ, એપ્રિલ-મેમાં, સ્થાનિક મુસાફરોની સંખ્યા પ્રી-કોવિડ સ્તરના 98% પર પહોંચી ગઈ છે. ઇકરાના જણાવ્યા અનુસાર, જૂનમાં ઘરેલુ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ ઉનાળુ વેકેશન અને શાળાઓ શરૂ થવાનું છે. જેના કારણે સ્થાનિક પ્રવાસન ઘટી રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા પ્રી-કોવિડ સ્તરથી વધવાનો આશાવાદ છે.

આ કારણોસર આં.રા.હવાઈ ટ્રાફિક વધી રહ્યો છે

  • થાઈલેન્ડ, વિયેતનામ, દુબઈ વગેરે જેવા ભારતીયોની પસંદગીના મોટાભાગના આંતરરાષ્ટ્રીય સ્થળો ખુલી ગયા છે.
  • મુસાફરી પરના પ્રતિબંધો હળવા થયા છે, વેક્સિનેશન પૂર્ણ કરેલા લોકો માટે પ્રવાસ સરળ બન્યો છે.
  • મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, કંપનીઓએ હવાઈ યાત્રામાં ઝડપથી વધારો કર્યો છે, જેના કારણે સીટોની કોઈ અછત નથી.
  • બે વર્ષ સુધી ઈન્ટરનેશનલ ટ્રાવેલથી દૂર રહ્યા બાદ લોકો રીવેન્જ ટુરિઝમ માટે વિદેશ જઈ રહ્યા છે.

આગામી વર્ષમાં આંતરરાષ્ટ્રીય ટ્રાફિક રેકોર્ડ સ્તરે પહોંચશે
આંતરરાષ્ટ્રીય ટ્રાફિકમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં હવાઈ ટ્રાફિક 90-92% પ્રી-કોવિડ સુધી પહોંચશે અને 2024માં નવી ઊંચાઈએ પહોંચશે. > અભિષેક લાહોટી, વરિષ્ઠ રિસર્ચર, કોર્પોરેટ રેટિંગ્સ, ઈકરા

અન્ય સમાચારો પણ છે...