ધારણા:43% MSMEનું માર્જીન વર્તમાન નાણાકિય વર્ષે કોવિડ-પૂર્વેના સ્તરે

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કોમોડિટીની ઉંચી કિંમતો તેમજ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને કારણે નાના ઉદ્યોગોમાંથી અડધા ઉદ્યોગો પોતાના માર્જીનને કોવિડ પૂર્વેના સ્તરે નોંધાવે તેવી શક્યતા ખૂબ જ ઓછી જણાઇ રહી છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં 43 ટકા જેટલી કંપનીઓ ઉચ્ચ કોમોડિટીની કિંમતો તેમજ પ્રતિકૂળ એક્સચેન્જ રેટના દબાણને કારણે માર્જીને કોવિડ પૂર્વેના સ્તરે પહોંચાડવા માટે અસમર્થ સાબિત થશે.

આ રિપોર્ટ 69 સેક્ટર્સ અને 147 ક્લસ્ટર્સ અથવા MSMEના બે-તૃતીયાંશ ક્લસ્ટર્સ પર આધારિત છે. જેમણે કુલ રૂ.56 લાખ કરોડની આવક નોંધાવી હતી, જે જીડીપીના 20-25 ટકાને દર્શાવે છે. એજન્સી ખાતેના ડાયરેક્ટર પુશન શર્માએ જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષે એકંદરે આવકની દૃષ્ટિએ MSME સેક્ટર કોવિડ પૂર્વેના સ્તરેથી 1.27 ગણું વધશે. જ્યારે તેનું ઑપરેટિંગ માર્જીન કોવિડ પૂર્વેના સ્તરે રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

ક્રૂડ ઓઇલ તેમજ દૂધની ઉંચી કિંમતોને કારણે કેમિકલ્સ, મિલ્ક એન્ડ ડેરી, પેકેજ્ડ ફૂડ્સ કોવિડ પૂર્વેના સ્તરે પહોંચે તેવી શક્યતા ઓછી છે. જ્યારે ફાર્મા અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં પણ રૂપિયાના અવમૂલ્યનને કારણે કેટલાક અંશે ઘટાડો જોવા મળશે. ડોલર સામે રૂપિયો ઘટીને 82.3 થયો છે ત્યારે એપ્રિલ-ઑક્ટોબર 2022 દરમિયાન ક્રૂડની કિંમતો પણ બેરલ દીઠ 104 ડોલરની આસપાસ જોવા મળી રહી છે. જે કોવિડ-પૂર્વેના સ્તરે બેરલ દીઠ 61 ડોલર હતી. આગામી સમયમાં વધુ અસરકર્તા રહેશે.

અન્ય સમાચારો પણ છે...