• Gujarati News
  • Business
  • 400 Crores Of 60 Startups Deposited In The Bank, Money Cannot Be Withdrawn, Operations Stopped

સિલિકોન વેલી બેંક ડૂબવાને કારણે ભારતીય સ્ટાર્ટઅપ્સ મુશ્કેલીમાં:60 સ્ટાર્ટઅપ્સના 400 કરોડ બેંકમાં ફસાયા, પૈસા નથી ઉપાડી શકાતા, કામકાજ ઠપ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિલિકોન વેલી બેંક(SVB) ક્રાઈસિસના કારણે 60થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંથી 40 સ્ટાર્ટઅપ્સ એવા છે જેમના 2 કરોડથી લઈને 8 કરોડ બેંકમાં જમા છે. જ્યારે 20 સ્ટાર્ટઅપ્સના એકાઉન્ટમાં 8 કરોડથી વધુની રકમ જમા છે. આ રીતે આ સ્ટાર્ટઅપ્સના બેંકમાં લગભગ 400 કરોડ રૂપિયા જમા છે.

બેંક ટ્રાન્ઝેક્શન પર અમેરિકન સરકારે 13 માર્ચ સુધી રોક લગાવતા આ સ્ટાર્ટઅપ્સના પૈસા અટકી ગયા છે. આવામાં આ સંકટનો સામનો કરવા ભારત સરકાર સ્ટાર્ટઅપ્સ ફાઉન્ડર્સ સાથે આવતા અઠવાડિયે મિટિંગ કરવા જઈ રહી છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું, મિટિંગમાં જોઈશું કે સંકટ સમયે સરકાર તેમની કેવી રીતે મદદ કરી શકશે.

અમેરિકન ફેડરલ રિઝર્વે બોલાવી ઈમરજન્સી મિટિંગ
આ ક્રાઈસિસની અસર અન્ય બેંક પર ન પડે, તેના માટે ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન અને ફેડરલ રિઝર્વ એક ફંડ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વે પણ સોમવારે એટલે કે 13 માર્ચે ઈમરજન્સી મિટિંગ બોલાવી છે. જેમાં યુએસ ફેડરલ રિઝર્વ બોર્ડ ઓફ ગવર્નર્સ આ સંકટને પહોંચી વળવા માટેના ઉપાયો પર ચર્ચા કરશે.

આ મામલે જાણકારોનું કહેવું છે કે રેગ્યુલેટરીએ પણ બેંકિંગ અધિકારીઓ સાથે વાતચીત કરીને તેને પહોંચી વળવાના ઉપાયોની ચર્ચા કરી છે. આશા છે કે આવા કોઈપણ પગલાથી લોકોમાં ગભરાટ અટકાવવામાં મદદ મળશે. શક્ય તેટલી ઝડપથી SVB કટોકટીને નિયંત્રિત કરવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.

SVB હવે પેટીએમમાં રોકાણ નહીં કરે
સિલિકોન વેલી બેંક(SVB) ક્રાઈસિસ પછી ઘણી જગ્યાએ એવી ચર્ચા છે કે પેટીએમમાં હજુ પણ SVBનું રોકાણ છે. પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ ટ્વિટર પર લખ્યું કે સિલિકોન વેલી બેંકે પેટીએમમાં કરેલું રોકાણ ઘણા સમય પહેલા જ પાછું ખેંચી લીધું હતું. બેંકે બીજા પ્રાઇવેટ રોકાણકારોને પોતાનો હિસ્સો વેચી દીધો હતો. સિલિકોન વેલી બેંકે પેટીએમમાં કુલ 17 લાખ ડોલર(13.93 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...