માર્કેટ:પેટીએમ સહિત 4 કંપનીએ રૂ. 24850 કરોડ ભેગા કર્યા

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • IPO લિસ્ટિંગની રીતે 11 વર્ષનું સૌથી મોટું સપ્તાહ

આ સપ્તાહ ભારતીય શેરબજારમાં આઈપીઓ લિસ્ટિંગની રીતે છેલ્લા 11 વર્ષનું સૌથી મોટું સપ્તાહ બની રહ્યું છે. પ્રાઈમરી માર્કેટમાંથી રૂ. 24850.43 કરોડની મૂડી ભેગી કરનારી ત્રણ કંપની સોમવારે જ શેરબજારમાં લિસ્ટેડ થઈ ગઈ. હવે ફક્ત પેટીએમના સંચાલક વન97 કોમ્યુનિકેશનનો રૂ. 18300 કરોડનો આઈપીઓ બાકી છે, જેનું લિસ્ટિંગ ગુરુવારે થશે.

સોમવારે જે ત્રણ કંપનીના શેર લિસ્ટ થયા છે, તેમાં પોલિસી બાજારની પેરેન્ટ કંપની પીબી ફિનટેક, એસજીએસ એન્ટરપ્રાઈઝ અને સિગાચી ઈન્ડસ્ટ્રીઝ સામેલ છે. આ કંપનીઓએ આઈપીઓ થકી ક્રમશ: રૂ. 5,625 કરોડ, રૂ. 800 કરોડ અને રૂ. 125.43 કરોડ બજારમાંથી ભેગા કર્યા છે. આઈપીઓના માધ્યમથી નવા શેર જારી કરીને કંપનીઓ આ વર્ષે અત્યાર સુધી શેર બજારમાંથી રૂ. 89300 કરોડથી વધુ મૂડી ભેગી કરી ચૂકી છે. આ એક વર્ષમાં આઈપીઓ થકી ભેગા કરાયેલા ફંડનો સૌથી મોટો આંકડો છે. નોંધનીય છે કે, સિગાચી ઈન્ડસ્ટ્રીઝે સોમવારે બીએસઈ આઈપીઓ પ્રાઈઝ રૂ. 163ની તુલનામાં રેકોર્ડ 252.8% પ્રીમિયમ સાથે રૂ. 575 પર લિસ્ટ થયો હતો. જોકે, શેર રૂ. 603.75ની ઊંચાઈએ પહોંચતા જ 5%ની અપર સર્કિટ લાગતા ટ્રેડિંગ રોકી દેવાયું હતું.

પોલિસી બાજારની પેરેન્ટ કંપની પીબી ફિનટેક આઈપીઓ પ્રાઈઝ રૂ. 980ની તુલનામાં 17.35% ઉછાળા સાથે રૂ. 1,150 પર લિસ્ટ થયો હતો, જ્યારે એસજેએસ એન્ટરપ્રાઈઝનું લિસ્ટિંગ નબળું રહ્યું. બીએસઈ પર તે આઈપીઓ પ્રાઈઝ રૂ. 542ની તુલનામાં 0.36% ઘટાડા સાથે રૂ. 540 પર લિસ્ટ થયો અને સાંજે 5.93% નુકસાન સાથે રૂ. 509.85 પર બંધ થયો.

અન્ય સમાચારો પણ છે...