ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જોધપુરમાંથી 3700 કરોડની હસ્તકળા નિકાસ થઈ, એક વર્ષમાં 18 ટકા જંગી ઉછાળો નોંધાયો

જોધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુરોપ, ઓસ્ટ્રેલિયામાં કોવિડ એલાઉન્સના કારણે નિકાસ માગ વધી

યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા વિકસિત દેશોમાં, કોવિડ સમયગાળા દરમિયાન જારી કરવામાં આવેલા વિશેષ ભથ્થાઓએ જોધપુરમાંથી હસ્તકળાની નિકાસમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2021-22માં જોધપુરથી હસ્તકળા નિકાસ લગભગ રૂ. 550 કરોડથી 17.5% વધીને રૂ. 3,700 કરોડ થઈ છે.

2020-21માં રાજસ્થાનના આ શહેરમાંથી રૂ. 3,150 કરોડના હસ્તકળાની નિકાસ કરવામાં આવી હતી. ‘એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડિક્રાફ્ટ’ના ડેટા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં જોધપુરમાંથી હેન્ડીક્રાફ્ટની નિકાસમાં રૂ. 800 કરોડથી વધુનો વધારો થયો છે. આ દરમિયાન વિદેશ જતા કન્ટેનરની સંખ્યા દર વર્ષે 6 હજાર વધીને 34,897 થઈ હતી, જે 2020-21માં 30,156 હતી. 2020-21 સિવાય નિકાસમાં સતત વધારો થયો છે, 2020-21માં કોવિડ લોકડાઉનને કારણે નિકાસ એકમો બંધ રહ્યા હતાં.

આગામી વર્ષમાં નિકાસો વધવાનો આશાવાદ હસ્તકળા એસોસિએશને વ્યક્ત કર્યો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન દેશોમાં કોવિડ ભથ્થુ તેમજ બેરોજગારી ભથ્થુ વધતાં લોકોએ ઘરની સજાવટ પાછળ ખર્ચ વધાર્યો છે. કોરોના મહામારીના કારણે સૌથી વધુ પ્રતિકૂળ અસર પણ હસ્તકળા ઉદ્યોગને થઈ હતી. તે દરમિયાન 40 ટકા લોકોની રોજગારી છીનવાઈ હોવાનો અંદાજ છે.

હસ્તકળાની નિકાસ વધવા પાછળના 3 મુખ્ય કારણો
1. વર્ક ફ્રોમ હોમ| કોવિડમાં બહાર જવા પર પ્રતિબંધ હતો અને બજારો બંધ હતા. આવી સ્થિતિમાં ઘરેથી કામ કરતા લોકોએ ફર્નિચર અને ડેકોરેશન પર વધુ ધ્યાન આપ્યું.

2. કોવિડ ભથ્થું| ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુરોપના ઘણા દેશોમાં કોવિડ ભથ્થું આપવામાં આવ્યું હતું. જેના કારણે લોકોએ ઘરની સજાવટ પર ખર્ચો વધાર્યો.

3. વેપાર યુદ્ધ| વેપાર યુદ્ધના કારણે ચીનથી અમેરિકામાં નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, અમેરિકાના મોટાભાગના ઓર્ડર ભારતમાં શિફ્ટ થયા.

કન્ટેનરની અછત અને મોંઘવારી મોટા પડકારો
હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટમાં અચાનક વધારો થયો છે. ચીન-અમેરિકા વેપાર યુદ્ધ પણ તેનું એક કારણ હતું. જો કે, તેમાં વધુ વધારાનો આશાવાદ હતો. પરંતુ કન્ટેનરની અછતની સમસ્યાઓના કારણે તેમાં વૃદ્ધિ અટકી હતી. > ભરત દિનેશ, પ્રમુખ, જોધપુર હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટ્સ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...