ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 માસ આઈપીઓ માટે ઐતિહાસિક સમય સાબિત થયો હતો. અત્યાર સુધી કુલ 50 કંપનીઓએ રૂ. 1.15 લાખ કરોડનું ફંડ આઈપીઓ દ્વારા એકત્ર કર્યું છે. જો કે, હાલ તેમાંથી 3/4 આઈપીઓમાં રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. પ્રાઈમ ડેટાબેઝના આંકડાઓ અનુસાર, 50માંથી 36 કંપનીઓના સ્ટોક લિસ્ટિંગ પ્રાઈસ સામે ઘટ્યા છે. જે રોકાણકારોએ લિસ્ટિંગ દરમિયાન આઈપીઓમાં રોકાણ કર્યું હતુ તેઓને ખોટ થઈ છે. તેમાં 36માંથી 22 આઈપીઓ ઈશ્યૂ પ્રાઈસ સામે ઓછું રિટર્ન આપી રહ્યા છે.
ગત વર્ષે મોટા ભાગના IPOની કિંમત વધુ હતી
અલ્ટામાઉન્ટ કેપિટલ મેનેજમેન્ટના ડિરેક્ટર પ્રકાશ દીવાનના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે આવેલા મોટાભાગના IPOની કિંમત વધુ હતી. જો બજારમાં તેજીના કારણે ઓવર વેલ્યુએશન ધરાવતા આઈપીઓ પણ ઓવરસબસ્ક્રાઇબ થઈ જાય છે. આવી સ્થિતિમાં, મંદીના સમયગાળા દરમિયાન તેની કિંમતમાં મોટાપાયે ઘટાડો થતો હોય છે. મોટાભાગના શેર જે હાલમાં લિસ્ટિંગ કિંમત અથવા ઈશ્યુ પ્રાઈસથી નીચે છે તે પેટીએમ અને ઝોમેટો જેવી ન્યુ એજ કંપનીઓ છે. તેઓ હજુ સુધી નફાકારક બની નથી. અત્યારના પડકારજનક સંજોગોમાં આવા શેરોની સ્થિતિ કથળે છે.
પેટીએમ અને કારટ્રેડમાં સૌથી વધુ ઘટાડો
આંકડાઓ દર્શાવે છે કે મોટાભાગની કંપનીઓ જેમના આઈપીઓએ રોકાણકારોને સૌથી વધુ ફટકો આપ્યો છે તે ફિનટેક સ્ટાર્ટઅપ્સ છે. પેટીએમ અને કારટ્રેડમાં રોકાણકારોને સૌથી વધુ નુકસાન થયું છે. જો કે, આ સમયગાળા દરમિયાન કેટલાક આઈપીઓમાંમાં રોકાણકારોને 300% સુધીનો નફો મળ્યો હતો. પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક, તત્વ ચિંતન ફાર્મા, ક્લીન સાયન્સ એન્ડ ટેક અને મેક્રોટેક ડેવલપર્સે રોકાણકારોને સારૂ એવુ રિટર્ન આપ્યુ હતું.
મર્ચન્ટ બેન્કર્સની ભૂલને કારણે પણ વધારો થયો છે
ગયા વર્ષે આવેલા મોટાભાગના આઈપીઓમાં મર્ચન્ટ બેન્કર્સે કંપનીના મૂલ્યને બદલે તેની વાર્તા રજૂ કરી હતી. તેના પ્રભાવ હેઠળ, રોકાણકારોએ PE રેશિયો અને પ્રાઇસ-ટુ-બુક જેવા માપદંડોને બાયપાસ કર્યા છે અને હવે તે નુકસાની ભોગવી રહ્યા છે. > એસ. રંગનાથન, રિસર્ચ હેડ, LKP સિક્યોરિટીઝ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.