રોકાણકારોનો ઉત્સાહ:ગુજરાતમાં ડિમેટ એકાઉન્ટ્સ ધારકોમાં 35 ટકા એક્ટિવ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી બાદ ઇક્વિટી માર્કેટમાં રોકાણકારોનો ઉત્સાહ બમણા જોરે વધ્યો છે તેમ કહેવું ખોટું નથી. છેલ્લા બે વર્ષમાં દેશભરમાં સરેરાશ 3.5-4 કરોડથી વધુ નવા ડિમેટ એકાઉન્ટ્સ ખુલ્યા છે. ગુજરાતમાં નવા ખુલેલા ડિમેટ એકાઉન્ટ્સમાં મહિલાઓનો હિસ્સો 25 ટકા કરતા વધુ છે.

એટલું જ નહિં કુલ ડિમેટ એકાઉન્ટ્સમાંથી 35 ટકા એક્ટિવ હોવાનું યસ સિક્યુરિટીઝના ચીફ બિઝનેસ ઓફિસર અંશુલ અર્ઝરે જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું કે વેલ્થ બ્રોકિંગ અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી કંપનીએ નાણાકીય વર્ષમાં ગુજરાતમાં નવા ડીમેટ એકાઉન્ટ્સ ખોલવામાં 220 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે.

ટિયર 2 અને 3 શહેરોમાં ઇન્ટરનેટ સેવાઓની ઝડપી ઉપલબ્ધતા, યુઝર ઓનબોર્ડિંગ કામગીરીના ડિજિટાઇઝેશન તથા નાણાકીય સાક્ષરતામાં વધારો શેરબજારમાં ભાગીદારીમાં વૃદ્ધિના મુખ્ય કારણો છે. નજીકના ભવિષ્યમાં અમે ગુજરાતના છેવાડાના રોકાણકાર સુધી પહોંચવા માટે ફિનટેક ટ્રાન્સફોર્મેશનનો લાભ લેવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. મુંબઇ અને દિલ્હી બાદ ગુજરાત ટોચના ત્રણ માર્કેટ્સ પૈકીનું એક રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...