ભારતીય શેર બજારોમાં ઘટાડાના માહોલ વચ્ચે કેમ્પસ એક્ટિવવેરએ 30 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થયો છે. 292ની પ્રાઈસ બેન્ડ ધરાવતો 1400.14 કરોડનો આઈપીઓ બીએસઈ ખાતે 21.57 ટકા પ્રિમિયમે 355 પર ખૂલ્યો હતો. ઈન્ટ્રા ડે 43 ટકા પ્રિમિયમે 417.70ની ઓલટાઈમ હાઈ સપાટીએ હતો. નીચામાં 336.80 થયા બાદ અંતે 29.66 ટકા પ્રિમિયમે રૂ. 378.60 પર બંધ રહ્યો હતો. પ્રુડન્ટ કોર્પોરેટ લિ.નો રૂ. 538.61 કરોડનો આઈપીઓ આજથી ખુલ્યો છે.
એલઆઈસીનો IPO 2.95 ગણો ભરાયો
દેશનો સૌથી મોટો તેમજ બિડ્સ માટે સામાન્ય કરતાં 3 દિવસ વધુ ખુલ્લો રહેનાર એલઆઈસીનો આઈપીઓ અંતિમ દિવસે 2.95 ગણો ભરાયો છે. તમામ કેટેગરીમાં 2થી 6 ગણુ સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યુ છે. 21 હજાર કરોડના આઈપીઓ શેર્સનું એલોટમેન્ટ 12મેએ થશે. 22 કરોડ ઈક્વિટી શેર્સમાંથી લોટ દીઠ રોકાણકારોને 45 શેર્સ ફાળવવામાં આવશે. મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ 17મે થશે.
રેઈનબોનું આજે લિસ્ટિંગ
રેઈનબો ચિલ્ડ્રન મેડિકેરનો રૂ. 1580.85 કરોડનો આઈપીઓનું આજે લિસ્ટિંગ થશે. ગ્રે માર્કેટમાં રૂ. 542ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 15 પ્રિમિયમ સાથે 3થી 5 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.