તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટાર્ટઅપ્સનું કિકસ્ટાર્ટ:દર મહિને 3 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્નમાં, 8 માસમાં 5 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ક્લબમાં

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં દરમહિને 3 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્નની યાદીમાં સામેલ થઈ રહ્યા છે. અત્યારસુધી દેશમાં 1 અબજ ડોલરથી વધુની વેલ્યૂ ધરાવતાં 51 યુનિકોર્ન છે. જો કે, બોજા રૂપ રેગ્યુલેશન્સના પગલે ભારતીય સ્ટાર્ટઅપ્સ અન્ય દેશમાં સરળ નીતિનો લાભ લેવા શિફ્ટ થવાનો રેશિયો પણ વધ્યો છે. હૂરૂન ઈન્ડિયાના ફ્યુચર યુનિકોર્ન રિપોર્ટ અનુસાર, છેલ્લા થોડા વર્ષથી સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયા સહિત ફ્લેગશિપ અભિયાનો હાથ ધરાયા છે.

જે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યા છે. બે વર્ષમાં 500 મિલિયન ડોલરથી વધુની માર્કેટ વેલ્યૂ ધરાવતા સ્ટાર્ટઅપ્સની સંખ્યા 32 થઈ છે. જ્યારે 54 સ્ટાર્ટઅપ્સ 200 મિલિયન ડોલરનું રોકાણ ધરાવે છે. ચાર વર્ષમાં યુનિકોર્ન બનશે.

ફ્યુચર યુનિકોર્નની વેલ્યૂ 36 અબજ ડોલર છે. છેલ્લા આઠ માસમાં 5 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ક્લબમાં સામેલ થયા છે. હુરૂન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ રિસર્ચર અનસ રહેમાને જણાવ્યું હતું કે, કંપનીઓ પ્રાઈવેટ પ્લેસમેન્ટના બદલે વેન્ચર કેપિટલ ફંડ્સ મારફત વધુ ફંડ મેળવી રહી છે.

દેશમાં 600 મિલિયનથી વધુ ઈન્ટરનેટ યુઝર્સ છે. જે 2025 સુધીમાં 900 મિલિયન થશે. પરિણામે ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સનું માર્કેટ વધશે. મોબાઈલ પેમેન્ટ, ઈન્સ્યોરન્સ, બ્લોકચેઈન, સ્ટોક ટ્રેડિંગ, ડિજિટલ લેન્ડિંગ સહિત સેગમેન્ટમાં ઈનોવેટીવ ફિનટેક કંપનીઓ બાજી મારી ગઈ છે. હાલ ભારત વિશ્વમાં સૌથી વધુ યુનિકોર્ન ધરાવતા દેશોમાં ત્રીજા ક્રમે છે.

છેલ્લા આઠ માસમાં 5 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ક્લબમાં સામેલ થયા છે. હુરૂન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ રિસર્ચર અનસ રહેમાને જણાવ્યું હતું કે, કંપનીઓ પ્રાઈવેટ પ્લેસમેન્ટના બદલે વેન્ચર કેપિટલ ફંડ્સ મારફત વધુ ફંડ મેળવી રહી છે. પ્રથમ ક્રમે અમેરિકા (396) અને બીજા ક્રમે ચીન (277) છે. ઉપરાંત યુકે (32) સાથે ચોથા અને જર્મની 18 યુનિકોર્ન સાથે પાંચમા સ્થાને છે.

અમુક સ્ટાર્ટઅપ્સ અન્ય દેશોમાં શિફ્ટ થયાં
કડક કાયદાં તેમજ મૂડીની ઉપલબ્ધતા બદલ અમુક ભારતીય સ્ટાર્ટઅપ્સ વિદેશમાં શિફ્ટ થયા છે. સોફ્ટવેર એઝ અ સર્વિસ (સાસ) કંપનીઓ ભારતમાં સ્થાપિત તો થઈ પરંતુ તે અમેરિકામાં શિફ્ટ થઈ છે. જો સ્થળાંતર ન થઈ હોત તો દેશમાં યુનિકોર્ન્સની સંખ્યા વધવાની શક્યતા રિપોર્ટમાં વ્યક્ત થઈ છે. દેશમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહનો આપવામાં આવે તો આ સ્ટાર્ટઅપ્સ પાછા વતન ફરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...