દેશમાં મહિલાઓ દ્વારા હવે રિટેલ લોન લેવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. તે વાતનો અંદાજ એ રીતે લગાવી શકાય છે કે મહિલાઓ દ્વારા લેવાતી રિટેલ લોન 25 ટકા વધીને રૂ.26 લાખ કરોડ નોંધાઇ છે. જે એક વર્ષ અગાઉ રૂ.20.7 લાખ કરોડ હતી. આ સાથે મહિલાઓ દ્વારા લેવાતી રિટેલ લોનની ટકાવારી 26%એ પહોંચી છે. ડિસેમ્બર, 2021ના રોજ મહિલા લોનધારકોનો હિસ્સો વધીને 25.3 ટકાએ પહોંચ્યો છે.
ક્રેડિટ ડેટા કંપની ક્રિફ હાઇમાર્કના વિશ્લેષણ અનુસાર, ડેટ પોર્ટફોલિયોમાં સૌથી વધુ હિસ્સો પ્રોપર્ટી લોનનો છે, જે 26 ટકા વધીને રૂ.7,88,827 કરોડ નોંધાઇ છે અથવા કુલ દેવાના 29 ટકા છે. ગોલ્ડ લોન પણ 64 ટકા વધીને રૂ.7,06,047 કરોડ છે અથવા કુલ દેવાના 42 ટકા છે. જે પરિવારો આર્થિક તણાવનો સામનો કરી રહ્યાં છે તે દર્શાવે છે. હોમ લોન પણ 20 ટકા વધીને રૂ.30,52,041 કરોડ અથવા કુલ દેવાના 32 ટકા છે. જ્યારે ડિસેમ્બર, 2021 દરમિયાન તે રૂ.25,86,902 કરોડ હતી.
બિઝનેસ લોન પણ 25 ટકા વધીને રૂ.13,73,899 કરોડ અથવા કુલ દેવાના 23 ટકા થઇ છે. જેમાં વર્ષ અગાઉના સમયગાળા કરતા 22 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે પર્સનલ લોન પણ 35 ટકા વધીને રૂ.10,05,864 કરોડ અથવા કુલ દેવાના 17 ટકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.