• Gujarati News
  • Business
  • 24 Hour Production Of Cars Due To Increasing Demand, Big Preparation For Festivals; 4 Lakh Waiting Only In Maruti

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માગ વધતાં કારનું 24 કલાક પ્રોડક્શન, તહેવારોને લઇને મોટી તૈયારી; માત્ર મારુતિમાં જ 4 લાખ વેઇટિંગ

માનેસર (ગુરુગ્રામ)14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનેસર-ગુરુગ્રામ... વેચાણ 30% વધ્યું, માંગ પૂરી કરવા સવા લાખને રોજગારી અપાઇ, સ્પેરપાર્ટ્સના યુનિટ ધમધમી રહ્યાં છે

દેશનું કાર માર્કેટ નવરાત્રિ પહેલાં તહેવારોની સિઝનમાં રંગાઇ ચૂક્યું છે. ગત મહિનાથી વધેલી કારની માંગ હવે રેકોર્ડ સ્તરે પહોંચી ચૂકી છે. જેની એક ઝલક હરિયાણાના માનેસર અને ગુરુગ્રામમાં આવેલા મારુતિના પ્લાન્ટ્સમાં જોઇ શકાય છે. અહીં માંગ પૂરી કરવા માટે 24 કલાક કામગીરી ચાલી રહી છે. કંપની પાસે અત્યારે પણ 4.08 લાખ કારનું વેઇટિંગ છે. અત્યારે કંપની આ તહેવારોની સિઝનમાં જ ઓર્ડર પૂરા કરવાનું લક્ષ્ય ધરાવે છે.

સપ્લાય ઝડપી બનાવવા માટે ગુરુગ્રામ અને માનેસરમાં કારઉદ્યોગથી જોડાયેલી કંપનીઓએ ગત મહિને નવી ભરતી કરી છે. કેટલાંક યુનિટ્સમાં તો 24 કલાક પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જેને કારણે આ જ સિઝનમાં સવા લાખ લોકો માટે રોજગારીનું સર્જન થયું છે. મારુતિ સુઝુકીના માર્કેટિંગ એન્ડ સેલ્સ વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે ગત વર્ષે ઓગસ્ટ મહિનાથી સેમીકંડક્ટરની અછત સર્જાઇ હતી. ગત સપ્ટેમ્બરમાં માત્ર 40% ઉત્પાદન થઇ શક્યું હતું પરંતુ, આ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી તેમજ માર્ચમાં 92% સુધી ઉત્પાદન થયું.

હવે પ્રોડક્શન 100%એ પહોંચ્યું છે. 2019માં તહેવારોની સિઝન દરમિયાન નવેમ્બરમાં મારુતિની 1,50,630 કારનું વેચાણ થયું હતું. ત્યારબાદ કોરોનામાં માહોલ બગડ્યો હતો. હવે ઓગસ્ટ 2022માં જ 1,65,173 કારનું વેચાણ થયું છે.

નવેમ્બરમાં રેકોર્ડ તૂટી શકે છે. દેશમાં સૌથી વધુ બાઇક-સ્કૂટરનું વેચાણ કરનાર કંપની હીરો મોટોકોર્પના પ્લાન્ટ્સ પણ ગુરુગ્રામમાં જ છે. હીરોના દ્વિચક્રી વાહનોનું વેચાણ ઓગસ્ટમાં 4.62 લાખ યુનિટ્સ રહ્યું હતું જે ગત વર્ષે ઓગસ્ટમાં 4.53 લાખ હતું. જ્યારે, આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધી વેચાણ 22.98 લાખ રહ્યું જે ગત વર્ષે 19.32 લાખ હતું.

અન્ય સમાચારો પણ છે...