મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમ્સમાં રોકાણો સતત પાંચમા માસે વધ્યા છે. જુલાઈમાં કુલ રૂ. 22,583 કરોડનું રોકાણ થયું છે. જેમાં ફ્લેક્સી કેપ કેટેગરીમાં સૌથી વધુ રોકાણ નોંધાયુ છે. ફ્લેક્સી કેપ સેગમેન્ટમાં સૌથી વધુ રૂ. 11508 કરોડનું રોકાણ થયું છે. જૂનમાં કુલ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટ રૂ. 5988 કરોડ સામે ચાર ગણી વૃદ્ધિ દર્શાવે છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સના આંકડાઓ અનુસાર, ઈક્વિટી સ્કીમ્સમાં મે દરમિયાન રૂ. 10083 કરોડ, એપ્રિલમાં રૂ. 3437 કરોડ, માર્ચમાં રૂ. 9115 કરોડનું રોકાણ થયુ હતું. તે અગાઉ રોકાણકારોએ જુલાઈ, 2020થી ફેબ્રુઆરી, 2021 સુધી ઈક્વિટી સ્કીમ્સમાંથી સતત રોકાણ પાછું ખેંચ્યુ હતું. આ સાથે જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની એયુએમ રૂ. 35.32 લાખ કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી છે. જૂનમાં 33.67 લાખ કરોડ હતી.
આંકડાઓ મુજબ, ઈક્વિટી અને ઈક્વિટી આધારિત ઓપન એન્ડેડ સ્કીમ્સમાં રૂ. 22,583.52 કરોડનું રોકાણ જુલાઈમાં થયું છે. જો કે, ઈએલએસએસ અને વેલ્યુ ફંડમાંથી રૂ. 512 કરોડ અને રૂ. 462 કરોડની વેચવાલી રહી છે. FYERSના હેડ ઓફ રિસર્ચ ગોપાલ કવલીરેડ્ડીએ જણાવ્યુ હતુ કે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શયલ ફ્લેક્સીકેપ ફંડ અને અન્ય ન્યુ ફંડ ઓફરિંગમાં સૌથી વધુ રોકાણ જોવા મળી શકે છે.
હાઈબ્રિડ ફંડમાં 19481 કરોડનું રોકાણ થયું
ઈક્વિટી સિવાય હાઈબ્રિડ ફંડમાં રોકાણકારોએ જુલાઈમાં રૂ. 19481 કરોડનું રોકાણ કર્યુ છે. જેમાં આર્બિટ્રેજ ફંડ્સમાં રૂ. 14924 કરોડનું રોકાણ સામેલ છે. વધુમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રૂ. 257 કરોડ (જૂનમાં રૂ. 360 કરોડ)નું રોકાણ થયું છે.
વિવિધ ડેટ ફંડમાં મૂડીરોકાણ ક્ષેત્રે અનેકગણો વધારો થયો
રોકાણકારોએ જુલાઈમાં રૂ. 73964 કરોડનું રોકાણ ડેટ ફંડમાં કર્યુ હતું. જૂનમાં રૂ. 3566 કરોડનું રોકાણ સામે અનેકગણું વધ્યુ છે. આ સાથે તમામ સેગમેન્ટમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં કુલ 1.14 લાખ કરોડનું રોકાણ થયું છે. જ્યારે જૂનમાં રૂ. 15320 કરોડનું રોકાણ કર્યું છે.
50 % હિસ્સો એનએફઓનો રહ્યો
ઈક્વિટી અને હાઈબ્રિડ સ્કીમ્સમાં રેકોર્ડ રૂ. 27 હજાર કરોડનો રોકાણ પ્રવાહ જોવા મળ્યુ છે. જેમાં 50 ટકા ફાળો એનએફઓનો છે. સેબીના સ્કિમ કેટેગરાઈઝેશન નિયમો અને અમુક થિમેટિક લોન્ચિસ મારફત એએમસી તમામ રેન્જ પૂર્ણ કરવાં પ્રયાસ કરી રહી છે. વિદેશી ફંડ્સ અને ફંડ્સ ઓફ ફંડ્સમાં વિદેશી રોકાણ વધતાં પેસિવ પ્રોડ્ક્ટ્સનો મોમેન્ટમ જારી રહ્યો છે. વ્હાઈટ ઓક કેપિટલના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર આશિષ સોમૈયાએ આ અંગે જણાવ્યુ હતુ કે, ઘણાં લાંબા સમય બાદ બેલેન્સ્ડ એડવાન્ટેજ અને ઈક્વિટી હાઈબ્રિડ ફંડ્સમાં રૂ. 3000 કરોડનું રોકાણ જોવા મળ્યુ છે. રોકાણકારો પોઝિટીવ માર્કેટ મોમેન્ટમ સાથે જોખમરહિત રોકાણ કરવા મ્યુચ્યુઅલ ફંડમાં યોગ્ય કેટેગરીમાં રોકાણ સતત વધારી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.