મહત્તમ રિટર્ન:21 IPOમાં 5 વર્ષમાં લિસ્ટિંગ પછી બમ્પર રિટર્ન

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 500થી 1000 ટકા સુધી રિટર્ન છૂટ્યા, પાંચ IPOમાં પ્રિમિયમ ઘટ્યુ

છેલ્લા પાંચ વર્ષથી પ્રાઇમરી માર્કેટના રોકાણકારો મહત્તમ રિટર્ન મેળવી રહ્યા છે. આ ગાળા દરમિયાન કુલ 116 આઇપીઓ લિસ્ટેડ થયા હતા. તે પૈકી 21 આઇપીઓમાં 50 ટકાથી વધુ પ્રિમિયમે લિસ્ટિંગ બાદ સતત રિટર્ન વધી રહ્યું છે. 2017થી 2021 સુધીમાં 9 આઈપીઓમાં 100 ટકાથી વધુ પ્રિમિયમે અને 12 આઈપીઓ 50-100 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયા હતા.

જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી કુલ લિસ્ટેડ 25 આઈપીઓમાંથી 5 આઈપીઓએ 67 ટકાથી 109 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કારાવ્યુ છે. જેમાં ન્યુરેકા લિમિટેડ ઈશ્યૂ પ્રાઈસ રૂ. 400 સામે 66.66 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ રૂ. 1594.50 પર બંધ રહી 298.63 ટકા રિટર્ન આપી રહ્યો છે. એમટીએઆરમાં પણ લિસ્ટિંગ ગેઈન 88.22 ટકા સામે હાલ 165.61 ટકા રિટર્ન છૂટી રહ્યુ છે.

જીઆર ઈન્ફ્રા 109 ટકા અને ક્લિન સાયન્સ 76 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
સેકેન્ડરી માર્કેટની નેગેટીવ માર્કેટ બ્રેડ્થ,સેન્સેક્સ 586.66 અને નિફ્ટી 171 પોઈન્ટ ઘટ્યા હોવા છતાં જીઆર ઈન્ફ્રાએ ઈશ્યૂ પ્રાઈસ રૂ. 837 સામે 108.70 બંધ આપી 108.70 ટકા જ્યારે ક્લિન સાયન્સે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 900 સામે 1585.20 બંધ રહી 76.13 ટકાના બમ્પર પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં 2017માં 6, 2018માં 2, 2019માં 3, 2020માં 5 અને 2021માં અત્યારસુધીમાં 5 આઈપીઓએ 50-140 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યુ છે.

ઉજ્જીવનમાં મૂડીનો રિટર્નદીપ બૂઝાયો!
અપવાદરૂપ 2019માં લિસ્ટેડ ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કનો રૂ. 37ની ઈશ્યૂ પ્રાઈસ ધરાવતો આઈપીઓ લિસ્ટિંગ ગેઈન 51.08 ટકા સામે હાલ 30.05 પર બંધ આપી -18.78 ટકા નેગેટીવ રિટર્ન આપી રહ્યો છે. ઈન્ડિગો પેઈન્ટ્સે ઈશ્યૂ પ્રાઈસ 1490 સામે 109.31 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ 2581.50 પર બંધ આપી 73.26 ટકા રિટર્ન આપી રહ્યુ છે.

પાંચ વર્ષના બમ્પર રિટર્ન ધરાવતાં આઈપીઓ
કંપની પ્રાઈસ લિસ્ટિંગ ગેઈન બંધ +/-%
એવન્યુ સુપર 299 114.3 3331 1014.10
સીડીસીએલ 149 75.57 1535 930.20
હેપ્પીએસ્ટ 166 123.49 1526.75 819.73
IRCTC 320 127.69 2424 657.45
રૂટ મોબાઈલ 350 86.03 2123 506.64
(ઈશ્યૂ પ્રાઈસ, બંધ રૂ.માં, લિસ્ટિંગ ગેઈન ટકા)


અન્ય સમાચારો પણ છે...